×

Nós usamos os cookies para ajudar a melhorar o LingQ. Ao visitar o site, você concorda com a nossa política de cookies.

Inscreva-se gratuitamente
image

LingQ Mini Stories, 30 - જેમ્સ શનિવારે વહેલા ઉઠી જતા હતા

30 - જેમ્સ શનિવારે વહેલા ઉઠી જતા હતા

વાર્તા-૩૦

અ) જેમ્સ શનિવારે વહેલા ઉઠી જતા હતા. સામાન્ય રીતે તે હવામાન તપાસવા માટે બહાર જોતા હતા.

ઘણીવાર તેમણે જોયું હતું કે હવામાન સરસ અને સારા તડકાવાળુ હતું.

જ્યારે આવા સમયે, જેમ્સ સામાન્ય રીતે દરિયા કિનારે જવાનું નક્કી કરતા.

દરિયા કિનારો ગાડી વડે લગભગ એક કલાક દૂર હતો.

દરેક વખતે નીકળતા પહેલા તે તેમનો સ્નાન પોશાક શોધતા.

પરંતુ દરેક વખતે તેમનો સ્નાન પોશાક શોધવાનું મુશ્કેલ હતું.

સામાન્ય રીતે જેમ્સને તે તેમના કબાટમાં મળી આવતો.

કેટલીકવાર,જ્યાં સુધી તે નીકળવા માટે તૈયાર થતા ત્યાં સુધી, હવામાન વાદળછાયું બની જતું!

પછી તે બીજા દિવસે દરિયા કિનારે જવાની આશા રાખતા.

બ) હું શનિવારે વહેલો ઉઠી રહ્યો છું. સામાન્ય રીતે, હું હવામાન તપાસવા માટે બહાર જોઉં છું.

મોટે ભાગે, હું જોઉં છું કે હવામાન સરસ અને સારા તડકા વાળુ હોય છે.

જ્યારે એવું હોય છે, હું સામાન્ય રીતે દરિયાકિનારે જવાનું નક્કી કરું છું.

દરિયા કિનારો ગાડી વડે લગભગ એક કલાક દૂર છે.

દર વખતે જ્યારે હું જાઉં છું, ત્યારે હું પહેલા મારો સ્નાન પોશાક શોધું છું.

પરંતુ દર વખતે મારો સ્નાન પોશાક શોધવાનું મુશ્કેલ થાય છે.

સામાન્ય રીતે તે મને મારા કબાટ માં મળી આવે છે.

કેટલીકવાર, હું નીકળવા માટે તૈયાર થવ ત્યાં સુધી, હવામાન વાદળછાયું બની ગયું હોય છે!

પછી હું બીજા દિવસે દરિયા કિનારે જવાની આશા કરું છું.

પ્રશ્નો:

1) જેમ્સ શનિવારે વહેલા જાગતા હતા. શું જેમ્સ શનિવારે મોડા જાગતા હતા? ના, જેમ્સ શનિવારે વહેલા જાગતા હતા.

2) જેમ્સ સામાન્ય રીતે હવામાન તપાસવા માટે બહાર જોતા. જેમ્સ સામાન્ય રીતે હવામાન તપાસવા માટે શું કરતા? જેમ્સ સામાન્ય રીતે હવામાન તપાસવા માટે બહાર જોતા.

3) હવામાન ઘણીવાર સરસ અને સારા તડકા વાળું હોતું. શું હવામાન સારા તડકા વાળું હોતું ? હા, હવામાન ઘણીવાર સરસ અને સારા તડકા વાળું હોતું.

4) જેમ્સ સામાન્ય રીતે દરિયાકિનારે જવાનો નિર્ણય કરતા. જેમ્સ સામાન્ય રીતે શું કરવાનું નક્કી કરતા? જેમ્સ સામાન્ય રીતે દરિયા કિનારે જવાનો નિર્ણય કરતા.

5) દરિયા કિનારો ગાડી વડે લગભગ એક કલાક દૂર હતો. દરિયા કિનારો ક્યાં હતો? દરિયા કિનારો ગાડી વડે લગભગ એક કલાક દૂર હતો.

બ) 6) જેમ્સ પહેલા તેમનો સ્નાન પોશાક શોધે છે. જેમ્સ પહેલા શું શોધે છે? જેમ્સ પહેલા તેમનો સ્નાન પોશાક શોધે છે.

7) તે ઘણી વખત તેમનો સ્નાન પોશાક શોધી શકતા નથી. શું તે હંમેશા તેમનો સ્નાન પોશાક શોધી શકે છે? ના, તે ઘણી વખત તેમનો સ્નાન પોશાક શોધી શકતા નથી.

8) સામાન્ય રીતે જેમ્સને છેલ્લે તેમના કબાટમાંથી તેમનો સ્નાન પોશાક મળી આવે છે. જેમ્સને છેલ્લે તેમનો સ્નાન પોશાક ક્યાંથી મળે છે? સામાન્ય રીતે જેમ્સને છેલ્લે તેમના કબાટમાંથી તેમનો સ્નાન પોશાક મળી આવે છે.

9) ક્યારેક, હવામાન વાદળછાયુ થઈ ગયું હોતું. હવામાન હંમેશા સરસ અને સારા તડકા વાળુ હોય છે? ના, હવામાન હંમેશાં સરસ અને સની નથી હોતું. કેટલીકવાર, હવામાન વાદળછાયું થઈ ગયું હોય છે.

10) જેમ્સ આવતી કાલે દરિયાકિનારે જવાની આશા રાખે છે. જેમ્સ દરિયાકિનારે જવાની ક્યારે આશા રાખે છે? જેમ્સ આવતીકાલે દરિયાકિનારે જવાની આશા રાખે છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE