×

Mes naudojame slapukus, kad padėtume pagerinti LingQ. Apsilankę avetainėje Jūs sutinkate su mūsų slapukų politika.

LingQ Mini Stories, 20 - એલિસા નોકરી પર જવાનો પ્રયાસ કરી ર... – Tekstas skaitymui

LingQ Mini Stories, 20 - એલિસા નોકરી પર જવાનો પ્રયાસ કરી રહી છે

Pradedantysis 2 Gudžarati pamoka, skirta skaitymo praktikai

Pradėkite mokytis šios pamokos dabar

20 - એલિસા નોકરી પર જવાનો પ્રયાસ કરી રહી છે

વાર્તા-૨૦

અ) એલિસા નોકરી પર જવાનો પ્રયાસ કરી રહી છે. તે પોતાની ગાડી શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે.

પરંતુ બહાર ખૂબ ઠંડી છે.

તેથી તેની ગાડી શરૂ થતી નથી.

તે પહેલા બસ પત્રક તપાસે છે.

શહેરની બસો બહુ ધીમી છે.

તે તેના બદલે ટ્રેન પત્રક તપાસે છે.

ટ્રેન સમય પર ચાલી રહી છે.

તે નોકરીએ જવા માટે ટ્રેન લેવાનું નક્કી કરે છે.

તે આશા રાખે છે કે તે કામ પર મોડી નહીં પહોંચે.

બ) હું નોકરી પર જવાનો પ્રયાસ કરી રહી છું. હું પોતાની ગાડી શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છું.

પરંતુ બહાર ખૂબ ઠંડી છે.

તેથી મારી ગાડી શરૂ થતી નથી.

હું પહેલા બસ પત્રક તપાસું છું.

શહેરની બસો બહુ ધીમી છે.

હું તેના બદલે ટ્રેન પત્રક તપાસું છું.

ટ્રેન સમય પર ચાલી રહી છે.

હું નોકરીએ જવા માટે ટ્રેન લેવાનું નક્કી કરું છું.

હું આશા રાખે છું કે હું કામ પર મોડી નહીં પહોંચું.

પ્રશ્નો:

અ) 1) એલિસા કામ પર જવાનો પ્રયાસ કરી રહી છે. શું એલિસા કામ કરવા જવાનો પ્રયાસ કરે છે? હા, એલિસા કામ કરવા જવાનો પ્રયાસ કરી રહી છે.

2) બહાર ઠંડી છે. શું બહાર ગરમી છે? ના, બહાર ગરમી નથી. બહાર ઠંડી છે.

3) એલિસાની ગાડી શરૂ થતી નથી કારણ કે બહાર બહુ ઠંડી છે. શું એલિસાની ગાડી શરૂ થઈ? ના, એલિસાની ગાડી શરૂ થશે નહીં કારણ કે બહાર બહુ ઠંડી છે.

4) એલિસા પ્રથમ બસ પત્રક તપાસે છે. શું એલિસા ટ્રેન પત્રક પ્રથમ તપાસે છે? ના, તે નથી. એલિસા પ્રથમ બસ પત્રક તપાસે છે.

બ) 5) શહેરની બસો બહુ ધીમી હતી. શું શહેરની બસો ધીમી હતી? હા, શહેરની બસો બહુ ધીમી હતી.

6) ટ્રેનો સમય પર ચાલી રહી હતી. શું ટ્રેન અંતમાં ચાલી રહી હતી? ના, ટ્રેન અંતમાં ચાલી ન હતી. તે સમય પર ચાલી રહી હતી.

7) એલિસાએ નોકરીએ જવા માટે ટ્રેન લેવાનું નક્કી કર્યું. શું એલિસાએ કામ પર બસમાં જવાનો નિર્ણય કર્યો? ના, એલિસાએ બસ લેવાનો નિર્ણય ના કર્યો. તેણે નોકરી પર જવા માટે ટ્રેન લેવાનો નિર્ણય કર્યો.

8) એલિસાને આશા હતી કે તે કામ માટે મોડી નહીં હોય. શું એલિસા મોડી થવા માંગે છે? ના, તે મોડી થવા માંગતી નથી. તેને આશા હતી કે તે કામ માટે મોડી નહીં હોય.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE