×

Mes naudojame slapukus, kad padėtume pagerinti LingQ. Apsilankę avetainėje Jūs sutinkate su mūsų slapukų politika.

LingQ Mini Stories, 15 - મારા અને એમિલી વજન ઘટાડવા માંગે છે – Text to read

LingQ Mini Stories, 15 - મારા અને એમિલી વજન ઘટાડવા માંગે છે

Pradedantysis 2 Gudžarati lesson to practice reading

Pradėkite mokytis šios pamokos dabar

15 - મારા અને એમિલી વજન ઘટાડવા માંગે છે

વાર્તા-૧૫

અ) મારા અને એમિલી વજન ઘટાડવા માંગે છે. તેઓ જિમમાં જવા માંગે છે.

તોય જિમમાં જવું ખર્ચાળ છે.

તેથી, તેઓ ઘરે કસરત કરવાનું નક્કી કરે છે.

મારા દોડવાનો પ્રયત્ન કરે છે, અને એમિલી વજન ઉચકે છે.

છતાં મારાને દોડવું નથી ગમતું.

અને એમિલી બહુ મજબૂત નથી.

તેઓ ખૂબ જ વ્યસ્ત છે.

તેમની પાસે કસરત કરવા માટે સમય નથી.

કદાચ તેઓ ફરીથી આવતા અઠવાડિયે પ્રયાસ કરી શકે છે.

બ) એમિલી અને હું વજન ઘટાડવા માંગીએ છીએ. અમે જિમમાં જવા માંગીએ છીએ.

તોય જિમમાં જવું ખર્ચાળ છે.

તેથી, અમે ઘરે કસરત કરવાનું નક્કી કરીએ છીએ.

હું દોડવાનો પ્રયત્ન કરું છું, અને એમિલી વજન ઉચકે છે.

છતાં મને દોડવું નથી ગમતું.

અને એમિલી બહુ મજબૂત નથી.

અમે ખૂબ જ વ્યસ્ત છીએ.

અમારી પાસે કસરત કરવા માટે સમય નથી.

કદાચ અમે ફરીથી આવતા અઠવાડિયે પ્રયાસ કરી શકીએ છીએ.

પ્રશ્નો:

1) મારા અને એમિલી જિમમાં જઈને કસરત કરવા માંગે છે. શું મારા અને એમિલી કસરત કરવા માંગે છે? હા, તેઓ જિમમાં જઈને કસરત કરવા માંગે છે.

2) જિમમાં જવું મોંઘું છે. શું જિમમાં જવું સસ્તુ છે? ના, તે સસ્તું નથી. જિમમાં જવું મોંઘુ છે.

3) તેઓ ઘરે કસરત કરવાનું નક્કી કરે છે કારણકે જિમ બહુ મોંઘું છે. શું તેઓ ઘરે કસરત કરવાનું નક્કી કરે છે? હા, તેઓ ઘરે કસરત કરવાનું નક્કી કરે છે કારણકે જિમ બહુ મોંઘું છે.

4) મારાને દોડવું નથી ગમતું.

શું મારાને દોડવું ગમે છે? ના, મારાને દોડવું નથી ગમતું.

5) એમિલી વજન ઉચકવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે બહુ મજબૂત નથી. શું એમિલી પણ દોડવાનો પ્રયત્ન કરે છે? ના, એમિલી વજન ઊંચકવાનો પ્રયત્ન કરે છે.

6) એમિલી મજબૂત નથી.

શું એમિલી મજબૂત છે? ના, એમિલી મજબૂત નથી.

7) મારા અને એમિલી બહુ વ્યસ્ત છે એટલે તેમની પાસે કસરત કરવાનો બહુ સમય નથી. શું મારા અને એમિલી બહુ વ્યસ્ત છે? હા, તેઓ બહુ વ્યસ્ત છે એટલે તેમની પાસે કસરત કરવાનો બહુ સમય નથી.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE