×

Nous utilisons des cookies pour rendre LingQ meilleur. En visitant le site vous acceptez nos Politique des cookies.

Inscrivez-Vous Gratuitement
image

LingQ Mini Stories, 35 - મારા દીકરા પાસે પહેલાં ક્યારેય કોઈ કૂતરો નહોતો

35 - મારા દીકરા પાસે પહેલાં ક્યારેય કોઈ કૂતરો નહોતો

વાર્તા-૩૫

અ) મારા દીકરા પાસે પહેલાં ક્યારેય કોઈ કૂતરો નહોતો. પછી, તેને મેક્સ નામનો એક કૂતરો મળ્યો.

મારો પુત્ર મેક્સને ખૂબ પ્રેમ કરે છે.

મેક્સ એક નાનો, સુંદર કૂતરો હતો.

જ્યારે તે ગલુડિયું હતું ત્યારે તેને દોડવાનું અને રમવાનું ગમતું હતું.

મારો પુત્ર અને મેક્સ હંમેશાં એકસાથે રમતા.

મેક્સને ગંદા થવું ગમતું.

તેથી મારો દીકરો વારંવાર તેને સાફ કરતો અને તેના લાંબા, ગંદા વાળ કાપતો.

મેક્સ લાંબા સમય માટે જીવ્યો.

તે ૧૫ વર્ષનો હતો જ્યારે તે મૃત્યુ પામ્યો.

બ) મને આવતા વર્ષે એક કૂતરો મળશે. મારા કૂતરાનું નામ મેક્સ હશે.

હું મેક્સને ખૂબ પ્રેમ કરીશ.

તે એક નાનો, સુંદર કૂતરો હશે.

મેક્સ જ્યારે ગલુડિયું હશે ત્યારે તે ખૂબ દોડશે અને રમશે.

મેક્સ અને હું હંમેશાં એક સાથે રમીશું.

મેક્સ કદાચ બહુ ગંદો થશે.

તેથી હું તેને ઘણીવાર સાફ કરીશ અને તેના લાંબા, ગંદા વાળને કાપીશ.

મેક્સ લાંબા સમય સુધી જીવશે.

તે લગભગ 15 વર્ષનો હશે જ્યારે તે મૃત્યુ પામશે.

પ્રશ્નો:

અ) 1) પુત્ર પાસે પહેલા ક્યારેય કૂતરો નહોતો. પુત્ર પાસે પહેલા ક્યારે શું નહોતું? પુત્ર પાસે પહેલા ક્યારેય કૂતરો નહોતો.

2) પછી તેને મેક્સ નામનો કૂતરો મળ્યો. કુતરાનું નામ શું છે? કુતરાનું નામ મેક્સ છે.

3) મેક્સ એક નાનો, સુંદર કૂતરો હતો. મેક્સ એક મોટો કૂતરો હતો? ના, મેક્સ મોટો કૂતરો ન હતો. તે એક નાનો કૂતરો હતો.

4) મેક્સ જ્યારે ગલુડિયું હતો ત્યારે તેને દોડવાનું અને રમવાનું ગમતું હતું. મેક્સને શું કરવું ગમતું હતું? મેક્સ જ્યારે ગલુડિયું હતો ત્યારે તેને દોડવાનુ અને રમવાનું ગમતું હતું.

બ) 5) મેક્સ અને પુત્ર હંમેશાં એકસાથે રમશે. શું પુત્ર મેક્સ સાથે રમશે? હા, પુત્ર અને મેક્સ હંમેશાં એકસાથે રમશે.

6) મેક્સ કદાચ ઘણો ગંદો થશે. મેક્સ શું કરશે? મેક્સ કદાચ ઘણો ગંદો થશે.

7) પુત્ર મોટે ભાગે મેક્સને સાફ કરશે. શું પુત્રની મમ્મી મેક્સને સાફ કરશે? ના, તે નહીં કરે. પુત્ર મોટે ભાગે મેક્સને સાફ કરશે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE