×

我們使用cookies幫助改善LingQ。通過流覽本網站,表示你同意我們的 cookie 政策.

免費註冊
image

LingQ Mini Stories, 56 - માર્ગરેટ એક ઉત્પાદન કંપની માટે માર્કેટિંગ મેનેજર છે

56 - માર્ગરેટ એક ઉત્પાદન કંપની માટે માર્કેટિંગ મેનેજર છે

વાર્તા-૫૬

અ) માર્ગરેટ એક ઉત્પાદન કંપની માટે માર્કેટિંગ મેનેજર છે. તેને ખાતરી છે કે તેની કંપનીનું વિદેશમાં વિસ્તરણ કરવા માટે હવે શ્રેષ્ઠ સમય છે કારણ કે વિદેશી બજારોમાં તેની કંપનીના ઉત્પાદનો માટે માંગ વધી રહી છે.

માત્ર નિકાસમાં જ વધારો નહીં, પરંતુ અમુક વિદેશી દેશોમાં ઉત્તમ ભાગોનાં સપ્લાયર્સ પણ છે.

તેથી વિદેશી વિસ્તરણ બજાર શેરમાં વધારો કરી શકે છે અને તે જ સમયે ખર્ચ ઘટાડી શકે છે.

વિદેશમાં કોઈપણ ચાલને સાવચેત આયોજનની જરૂર પડશે.

દરેક વિદેશી દેશની પરિસ્થિતિઓ અલગ હોવાથી, તેને મદદ કરવા માટે સ્થાનિક નિપુણતાવાળા લોકોને શોધવાની જરૂર પડશે.

માર્ગરેટે મોટા ભાગની અગત્યના વિદેશી બજારોની મુલાકાત લીધી છે.

તે ખોટી ચાલ ન કરવા માંગતી હોવાથી તેના હાલના વિદેશી ગ્રાહકોને સલાહ માટે પૂછવાનો નિર્ણય કરે છે.

નવી વિસ્તરણ યોજના સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે તેની ખાતરી કરવા માટે તેના માટે જરૂરી સંશોધન કરવામાં થોડો સમય લેશે.

બ) હું થોડા વર્ષો પહેલા ઉત્પાદન કંપની માટે માર્કેટિંગ મેનેજર હતો. મને ખાતરી થઈ ગઈ હતી કે અમારી કંપનીનું વિદેશમાં વિસ્તરણ કરવા માટેનો આ સમય છે કારણ કે વિદેશી બજારોમાં અમારી કંપનીના ઉત્પાદનો માટે માંગ વધતી હતી.

માત્ર નિકાસમાં જ વધારો નથી, પરંતુ અમુક વિદેશી દેશોમાં ઉત્તમ ભાગોના સપ્લાયરો પણ હતા.

તેથી વિદેશી વિસ્તરણ બજાર શેરમાં વધારો કરી શકે છે અને તે જ સમયે ખર્ચ ઘટાડી શકે છે.

વિદેશી કોઈપણ ચાલને સાવચેત આયોજનની જરૂર છે.

દરેક વિદેશી દેશની પરિસ્થિતી અલગ હોવાથી હું જાણું છું કે મને મદદ કરવા માટે મને સ્થાનિક કુશળતા ધરાવતા લોકોને શોધવા પડશે.

મેં મોટા ભાગની અગત્યના વિદેશી બજારોની મુલાકાત લીધી હતી.

હું ખોટી ચાલ ચલવા માંગતો નહોતો અને તેથી મારા હાલના વિદેશી ગ્રાહકોને સલાહ માટે પૂછવાનો નિર્ણય કર્યો.

નવી વિસ્તરણ યોજના સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી તેની ખાતરી કરવા માટે મારા માટે જરૂરી સંશોધન કરવા માટે થોડો સમય લેવો પડ્યો હતો.

પ્રશ્નોઃ

અ) 1) માર્ગરેટ એક ઉત્પાદન કંપની માટે માર્કેટિંગ મેનેજર છે. માર્ગરેટની નોકરી શું છે? માર્ગારેટનું કામ માર્કેટિંગ કંપની માટે ઉત્પાદન મેનેજરનુ છે.

2) તેને ખાતરી છે કે તેમની કંપની વિદેશમાં વિસ્તરણ કરવા માટે હવે શ્રેષ્ઠ સમય છે. માર્ગરેટને શેની ખાતરી છે? તેને ખાતરી છે કે તેની કંપની વિદેશમાં વિસ્તરણ કરવા માટે હવે શ્રેષ્ઠ સમય છે.

3) અમુક વિદેશી દેશોમાં ઉત્તમ ભાગોના સપ્લાયર્સ છે.

ઉત્તમ ભાગોના સપ્લાયર્સ ક્યાં છે? અમુક વિદેશી દેશોમાં ઉત્તમ ભાગોના સપ્લાયર્સ છે.

4) વિદેશમાં વિસ્તરણ બજાર શેરમાં વધારો કરી શકે છે અને તે જ સમયે ખર્ચમાં ઘટાડો કરી શકે છે. વિદેશી શું વિસ્તરણ કરશે? વિદેશી વિસ્તરણ બજાર શેર વધારી અને તે જ સમયે ખર્ચમાં ઘટાડો કરી શકે છે.

બ) 5) મને ખબર છે કે મને મદદ કરવા માટે સ્થાનિક નિપુણતાવાળા લોકોને શોધવાનું રહેશે. મને શું ખબર છે કે મને મદદ કરવા માટે કોને શોધવાની જરૂર છે? હું જાણું છું કે સ્થાનિક કુશળતા ધરાવતા લોકોને શોધવાની જરૂર છે.

6) મેં અગત્યના વિદેશી બજારોની મુલાકાત લીધી હતી. શું હું તમામ મહત્વપૂર્ણ વિદેશી બજારોમાં ગયો હતો? ના, મેં મોટાભાગના વિદેશી બજારોની મુલાકાત લીધી હતી.

7) મેં મારા હાલના વિદેશી ગ્રાહકોને સલાહ માટે પૂછવાનો નિર્ણય કર્યો. મેં મારા હાલના વિદેશી ગ્રાહકોને શું પૂછ્યું? મેં તેમને સલાહ માટે પૂછ્યું.

8) મારા માટે જરૂરી સંશોધન કરવા માટે હું થોડો વધારે સમય લઈશ. શું તે જરૂરી સંશોધન કરવા માટે મને બહુ ઓછો સમય લાગવાનો હતો? ના, તે સંશોધન કરવા માટે મને થોડો વધારે સમય લાગવાનો હતો.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE