×

我們使用cookies幫助改善LingQ。通過流覽本網站,表示你同意我們的 cookie 政策.

image

LingQ Mini Stories, 54 - વાર્તા પાર્કમાં અટવાઇ ગયેલી મારીયાની છે

54 - વાર્તા પાર્કમાં અટવાઇ ગયેલી મારીયાની છે

વાર્તા-૫૪

આ વાર્તા પાર્કમાં અટવાઇ ગયેલી મારીયાની છે.

અ) મારીયા પાર્કમાં અટવાઈ ગઈ છે. તે ત્યાં ઉનાળાના સંગીત તહેવાર માટે ગઈ હતી, પરંતુ તે અપેક્ષિત સમય કરતાં મોડો પત્યો.

હવે, બસો બંધ થઈ ગઈ છે, અને એક જ સમયે સેંકડો લોકો બહાર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મારિયાએ તેના ફોન પરથી ઉબર બોલાવી છે.

તેણે પહેલાં ક્યારેય ઉબરનો ઉપયોગ કર્યો ન હતો, અન તેનેે આશા છે કે તે સુરક્ષિત હોય.

તેને તેની ફોન સ્ક્રીન પર ગાડી નજીક આવતી દેખાય છે.

તે ખૂબ જ ધીમે ધીમે આગળ વધી રહી હોવાનું જણાય છે.

આવતી વખતે તે બસ બંધ થાય એની પહેલા નીકળી જશે . હવે મારિયાનો મિત્ર પૌલ વાર્તામાં છે.

બ) મારિયા અને પૌલ પાર્કમાં અટવાઈ ગયા છે. તેઓ ઉનાળાના સંગીત તહેવાર માટે ત્યાં ગયા હતા, પરંતુ તે અપેક્ષિત સમય કરતાં મોડો પત્યો. હવે, બસો બંધ થઈ ગઈ છે, અને એક જ સમયે સેંકડો લોકો બહાર નીકડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મારિયા અને પૌલએ તેમના ફોન પર ઉબર બોલાવે છે.

તેઓએ પહેલાં ક્યારેય ઉબેરનો ઉપયોગ કર્યો નથી અને આશા છે કે તે સુરક્ષિત હશે.

તેઓ ફોન સ્ક્રીન પર ગાડીને નજીક આવતી જોઈ રહ્યાં છે.

તે ખૂબ જ ધીમે ધીમે આગળ વધી રહી હોવાનું જણાય છે.

આવતી વખતે, બસ બંધ થતાં પહેલાં તેઓ ત્યાંથી નીકળી જશે.

હવે હું વાર્તા વિશે કેટલાક પ્રશ્નો વાંચીશ.

તમે મારી સાથે તેમનો જવાબ આપી શકો છો, અથવા ફક્ત સાંભળો.

પ્રશ્નો:

એ) 1) મારિયા પાર્કમાં અટવાઈ ગઈ છે. મારિયા ક્યાં અટવાઇ ગઈ છે? મારિયા પાર્કમાં અટવાઈ ગઈ છે.

2) તે ત્યાં ઉનાળાના સંગીત તહેવાર માટે ગઈ હતી. શા માટે તે ત્યાં ગઈ હતી? કારણ કે તે ઉનાળાના સંગીત તહેવારમાં ત્યાં ગઈ હતી.

3) હવે બસો બંધ થઈ ગઈ છે. શું બસ હજુ પણ ચાલી રહી છે? ના, બસો બંધ થઈ ગઈ છે.

4) સેંકડો લોકો એક જ સમયે બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. કેટલા લોકો એક જ સમયે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યાં છે? એક જ સમયે બહાર નીકળવાનો પ્રયાસ કરનારા સેંકડો લોકો છે.

બ) 5) મારિયા અને પૌલએ ઉબર બોલાવી છે. મારિયા અને પૌલએ શું કર્યું છે? તેઓએ ઉબર બોલાવી છે.

6) તેઓએ પહેલાં ક્યારેય ઉબરનો ઉપયોગ કર્યો નથી અને આશા છે કે તે સુરક્ષિત છે. શું તેઓએ ક્યારેય ઉબરનો ઉપયોગ કર્યો છે? ના, તેઓએ પહેલાં ક્યારેય ઉબરનો ઉપયોગ કર્યો નથી.

7) તેઓ ફોન સ્ક્રીન પર નજીક આવતી ગાડી જોઈ રહ્યાં છો. તેઓ ગાડીના આગમનને કેવી રીતે જુએ છે? તેઓ ફોન સ્ક્રીન પર ગાડીના આગમનને જોઈ રહ્યાં છે.

8) આવતી વખતે, તેઓ બસો બંધ થાય તે પહેલાં નીકળી જશે. આવતી વખતે તેઓ શું કરશે? આવતી વખતે તેઓ બસો બંધ થાય તે પહેલા નીકળી જશે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE