×

我们使用 cookie 帮助改善 LingQ。通过浏览本网站,表示你同意我们的 cookie 政策.

免费注册
image

LingQ Mini Stories, 58 - સેમ અને બેટી મિત્રો સાથે રાત્રિભોજન માણી રહ્યા છે

58 - સેમ અને બેટી મિત્રો સાથે રાત્રિભોજન માણી રહ્યા છે

વાર્તા-૫૮

અ) સેમ અને બેટી મિત્રો સાથે રાત્રિભોજન માણી રહ્યા છે. જ્યારે તેઓ બહાર જમવા જાય ત્યારે તેઓ ભોજન વખતે વાઈન નાં એક-બે ગ્લાસનો આનંદ માણે છે.

આ કારણોસર, તેમના માટે વિચારવું અગત્યનું છે કે તેઓ રાત્રિભોજન પછી ઘરે પાછા કેવી રીતે આવશે.

તેઓ સામાન્ય રીતે તેમની કાર રેસ્ટોરન્ટમાં અથવા તેમના મિત્રોના ઘરે લઈ જાય છે, કારણ કે ટેક્સી ખૂબ ખર્ચાળ છે.

તેઓ સામાન્ય રીતે અગાઉથી જ નક્કી કરે છે કે કોણ ઘરે પાછા આવતી વખતે ગાડી ચલાવશે, કારણ કે જે વ્યક્તિ ગાડી ચલાવાની હોય તે વાઈન ન પી શકે.

ક્યારેક તેઓ જાણતા હોય છે કે અન્ય મહેમાનો સાથે પીવાનું ના પાડવાનું મુશ્કેલ છે, ઉદાહરણ તરીકે, જો કોઈના જન્મદિવસ જેવો કોઈ પ્રસંગ ઉજવાતો હોય ત્યારે.

તે કિસ્સાઓમાં, તેમને અન્ય વ્યવસ્થા કરવી પડે.

એક ઉકેલ એ છે કે નજીકમાં રહેલા અન્ય મિત્રો સાથે મળીને જવાનું છે, જેમાં કોઈ એકે ના પીવાથી સંમત થવું પડશે.

તે હંમેશા ઉપયોગી છે કે એવા મિત્રો હોય કે જેઓ બિલકુલ પીતા નથી.

આવા લોકો હંમેશા નિયુક્ત ડ્રાઇવરો તરીકે માંગમાં રહે છે.

ડિનર પાર્ટી ચાલીને જઇ શકાય એવું હોય ત્યારે બધાની શ્રેષ્ઠ સ્થિતિ છે.

કમનસીબે, મોટેભાગે શહેરોમાં એવું નથી હોતું.

બ) અમે મોટા શહેરમાં રહેતા હતા ત્યારે મિત્રો સાથે ડિનર માટે જવાનોઘણો આનંદ માણતાં હતાં. અમે ભોજન કર્યા પછી અમારા ભોજન સાથે એક-બે ગ્લાસ વાઇન પીવાનો આનંદ માણતા હતા.

આ કારણોસર, અમને વિચારવું પડ્યું હતું કે રાત્રિભોજન પછી ઘરે કેવી રીતે જઈશું.

અમે સામાન્ય રીતે અમારી ગાડીને અથવા અમારા મિત્રોના ઘરે લઈ જતાં, કારણ કે ટેક્સી ખૂબ ખર્ચાળ હતી.

અમે હંમેશાં એવું નક્કી કરતાં કે ઘરે જવાના સમયે જે ગાડી ચલાવતું હોય તે વાઇન નહીં પીવે.

ક્યારેક અમે જાણતા હતા કે બીજા મહેમાનો સાથે પીવું નકારવાનું મુશ્કેલ બનશે, ઉદાહરણ તરીકે જો કોઈના જન્મદિવસની જેમ કોઈ પ્રસંગ ઉજવતા હોય ત્યારે.

તે કિસ્સામાં, અમારે અન્ય વ્યવસ્થા કરવી પડતી.

એક ઉકેલ એ નજીકના અન્ય મિત્રો સાથે મળીને જવાનું હતું, જેમાંથી કોઈ એકે પીવાથી સંમત થવાનું નહોતું.

મને એવા મિત્રો જે બિલકુલ ન પીતા હોય તે ઘણાં મદદગાર લાગતાં.

આવા લોકો નિયુક્ત ડ્રાઇવરો તરીકે હંમેશાં માગમાં હતા.

ડિનર પાર્ટી ચાલીને જઈ શકાય તેટલે દૂર હોતી ત્યારે બધાંના શ્રેષ્ઠ પરિસ્થિતિ હતી.

દુર્ભાગ્યવશ, તે મોટા શહેરોમાં વારંવાર નહોતું થતું.

તેથી અમે એક નાના શહેરમાં રહેવા ગયા અને અમારા પડોશીઓ સાથે વધુ સમય પસાર કર્યો.

પ્રશ્નો:

અ) 1) સેમ અને બેટી જ્યારે ભોજન લેતા હોય ત્યારે તેમના ભોજન સાથે એક કે બે ગ્લાસ વાઇનનો આનંદ માણે છે. જ્યારે તેઓ ભોજન લેતા હોય ત્યારે તે કેટલા ગ્લાસ વાઇન પીવે છે? જ્યારે તેઓ ભોજન કરતા હોય ત્યારે તેઓ એક કે બે ગ્લાસ વાઇનનો આનંદ માણે છે.

2) તે કારણોસર, તેઓ માટે રાત્રિભોજન પછી કેવી રીતે ઘરે જવાનું છે તે વિશે વિચારવું તે મહત્વનું છે. સેમ અને બેટી માટે શું કરવું મહત્વનું છે? તેઓ રાત્રિભોજન પછી ઘરે કેવી રીતે જશે તે વિશે વિચારવું મહત્વનુ છે.

3) તેઓ સામાન્ય રીતે તેમની કાર રેસ્ટોરન્ટમાં અથવા તેમના મિત્રોના ઘરે લઈ જાય છે , કારણ કે ટેક્સી ખૂબ ખર્ચાળ છે. તેઓ ટેક્સી કેમ નથી લેતા? કારણ કે તે ટેક્સી ખૂબ ખર્ચાળ છે.

4) તેઓ સામાન્ય રીતે અગાઉથી નક્કી કરે છે કે જે ઘરે જતી વખતે કોણ ગાડી ચલાવશે. તેઓ અગાઉથી શું નક્કી કરે છે? તેઓ સામાન્ય રીતે અગાઉથી નક્કી કરે છે કે ઘરે જતી વખતે કોણ ગાડી ચલાવશે.

બ) 5) ક્યારેક અમે જાણતા હતા કે અન્ય મહેમાનો સાથે પીવાનો ઇન્કાર કરવું મુશ્કેલ બનશે. શું અમને લાગે છે કે અન્ય મહેમાનો સાથે પીવા માટે ઇન્કાર કરવા માટે સરળ હશે અથવા મુશ્કેલ હશે? અમે જાણતા હતા કે અન્ય મહેમાનો સાથે પીવાનો ઇન્કાર કરવાનું મુશ્કેલ બનશે.

6) તે કિસ્સાઓમાં, અમારે અન્ય વ્યવસ્થા કરવી પડશે. તે કિસ્સાઓમાં અમારે શું કરવું જોઈએ? અમે તે કિસ્સાઓમાં અન્ય વ્યવસ્થા કરવી પડશે.

7) મને તે મિત્રો ઉપયોગી લાગતા જે બિલકુલ પીતા ન હતા. કયા પ્રકારના મિત્રો મને ઉપયોગી છે? મને એવા મિત્રો ઉપયોગી લાગતા જે બિલકુલ પીતા ન હતા.

8) આવા લોકો નિયુક્ત ડ્રાઇવરો તરીકે હંમેશાં માંગમાં હતા. આબા લોકો હંમેશા શેની માંગમાં હતા? આવા લોકો નિયુક્ત ડ્રાઇવરો તરીકે હંમેશાં માંગમાં હતા.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE