×

我们使用 cookie 帮助改善 LingQ。通过浏览本网站,表示你同意我们的 cookie 政策.

image

LingQ Mini Stories, 33 - એરિક ગયા અઠવાડિયે યુનિવર્સિટીમાં વર્ગમાં હતો

33 - એરિક ગયા અઠવાડિયે યુનિવર્સિટીમાં વર્ગમાં હતો

વાર્તા-૩૩

અ) એરિક ગયા અઠવાડિયે યુનિવર્સિટીમાં વર્ગમાં હતો. તે પ્રોફેસરને સાંભળતો હતો.

પરંતુ એરિક તેની પાઠ્યપુસ્તક ભૂલી ગયો હતો.

તેથી તે વર્ગથી મૂંઝાઈ ગયો.

એરિકે મદદ માટે અન્ય સહાધ્યાયીને પૂછ્યું હતું.

તેણે સહાધ્યાયીને તેની પાઠ્યપુસ્તક બતાડવા માટે કહ્યું હતું.

એરિકના સહાધ્યાયીએ કહ્યું હતું કે તે તેની પાઠ્યપુસ્તકમાં જોઈ શકે છે.

એરિકએ "આભાર" કહ્યું હતું, અને પાઠ્યપુસ્તકમાં જોયું હતું.

તેણે વર્ગ વિશે નોંધ લેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે પછી, એરિકને ખ્યાલ આવ્યો કે તે પેન પણ ભૂલી ગયો છે. બ) હું અત્યારે યુનિવર્સિટીમાં વર્ગમાં છું. હું પ્રોફેસરને સાંભળી રહ્યો છું.

પણ હું મારી પાઠયપુસ્તક ભૂલી ગયો છું.

તેથી હું વર્ગથી મૂંઝાઈ જાઉં છું મેં સહાય માટે બીજા સહાધ્યાયીને પૂછ્યું છે. મેં સહાધ્યાયીને તેની પાઠ્યપુસ્તક બતાડવા માટે કહ્યું છે.

મારો સહાધ્યાયી મને તેની પાઠ્યપુસ્તક બતાડી રહ્યો છે.

હું "આભાર" કહું છું, અને પાઠ્યપુસ્તકમા જોઉં છું.

હું વર્ગ વિશે નોંધ લેવા પ્રયાસ કરી રહ્યો છો,પણ પછી, મને ખ્યાલ આવે છે કે હું પેન પણ ભૂલી ગયો છું.

પ્રશ્નો:

અ) 1) એરિક યુનિવર્સિટીમાં વર્ગમાં હતો. એરિક ક્યાં હતો? એરિક યુનિવર્સિટીમાં વર્ગમાં હતો.

2) એરિક પ્રોફેસરને સાંભળતો હતો. એરિક કોને સાંભળતો હતો? તે પ્રોફેસરને સાંભળતો હતો.

3) એરિક તેની પાઠ્યપુસ્તક ભૂલી ગયો હતો. એરિક શું ભૂલી ગયો હતો? એરિક તેની પાઠ્યપુસ્તક ભૂલી ગયો હતો.

4) એરિક વર્ગથી મૂંઝાઈ ગયો હતો. એરિક શેનાથી મૂંઝાઈ ગયો હતો? એરિક વર્ગથી મૂંઝાઈ ગયો હતો.

બ) 5) તેણે મદદ માટે અન્ય એક સહાધ્યાયીને પૂછ્યું છે, અને તેણે તેના સહાધ્યાયીની પાઠ્યપુસ્તકમા જોવા માટે પૂછ્યું છે. એરિકે શું કર્યું છે? તેણે મદદ માટે અન્ય એક સહાધ્યાયીને પૂછ્યું છે, અને તેણે તેના સહાધ્યાયીની પાઠ્યપુસ્તકમા જોવાનું પૂછ્યું છે.

6) સહાધ્યાયી એરિકને તેની પાઠ્યપુસ્તકમાં જોવા દે છે. શું સહાધ્યાયી એરિકને તેની પાઠ્યપુસ્તકમા જોવા દે છે? હા, સહાધ્યાયી એરિકને તેની પાઠ્યપુસ્તકમાં જોવા દે છે.

7) એરિક ક્લાસ વિશે નોંધ લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એરિક શું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે? તે વર્ગ વિશે નોંધ લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

8) એરિકને ખ્યાલ આવ્યો કે તે પેન પણ ભૂલી ગયો છે. એરિકને શું ખ્યાલ આવ્યો? એરિકને ખ્યાલ આવ્યો કે તે પેન પણ ભૂલી ગયો છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE