×

我们使用 cookie 帮助改善 LingQ。通过浏览本网站,表示你同意我们的 cookie 政策.

免费注册
image

LingQ Mini Stories, 24 - કાર્લ નવી નોકરી શોધી રહ્યો છે

24 - કાર્લ નવી નોકરી શોધી રહ્યો છે

વાર્તા-૨૪

અ) કાર્લ નવી નોકરી શોધી રહ્યો છે. આવતી કાલે તેને નોકરીનો ઇન્ટરવ્યૂ છે.

તેને તેના ઇન્ટરવ્યૂ માટે પ્રોફેશનલ લાગવું જોઈએ.

પરંતુ કાર્લના કપડાં ખૂબ જ જુના છે.

તે નવા કપડા ખરીદવાનો વિચાર કરી રહ્યો છે.

કાર્લ કપડાંના સ્ટોરમાં જાય છે.

તે કેટલાક નવા સૂટ પહેરીને જોવે છે.

છેવટે, તે ગ્રે સૂટ ખરીદે છે.

કાર્લ વિચારે છે કે તે તેના નવા કપડામાં સારો લાગે છે.

તે આવતી કાલે તેની મુલાકાત માટે તૈયાર છે.

બ) હું એક નવી નોકરી શોધી રહ્યો હતો. ગઈકાલે મારે નોકરીનો ઇન્ટરવ્યૂ હતો.

મને મારા ઇન્ટરવ્યૂ માટે પ્રોફેશનલ લાગવાનું હતું.

પરંતુ મારા કપડાં ખૂબ જ જુના હતા.

મેં નવા કપડા ખરીદવાનું નક્કી કર્યું.

હું કપડાંના સ્ટોરમાં ગયો.

મેં કેટલાક નવા સુટ પહેરીને જોયા.

છેવટે, મેં ગ્રે સૂટ ખરીદી લીધો.

મેં વિચાર્યું કે હું મારા નવા કપડામાં સારો દેખાતો હતો.

હું ગઈકાલે મારી મુલાકાત માટે તૈયાર હતો.

પ્રશ્નો:

1) કાર્લ નવી નોકરીની શોધમાં છે. કાર્લ શું શોધી રહ્યો છે? તે નવી નોકરીની શોધમાં છે.

2) કાર્લની નોકરીનો ઇન્ટરવ્યૂ કાલે છે. કાર્લને કાલે શું છે? તેની આવતી કાલે નોકરીનો ઇન્ટરવ્યૂ છે.

3) કાર્લના કપડાં ખૂબ જ જુના છે. કાર્લના કપડાં નવા છે? ના, કાર્લના કપડાં નવા નથી. તે ખૂબ જ જૂના છે.

4) કાર્લ નવા કપડા ખરીદવાનો વિચાર કરી રહ્યો છે. કાર્લ શું ખરીદવા નો વિચાર કરી રહ્યો છે? કાર્લ નવા કપડા ખરીદવાનો વિચાર કરી રહ્યો છે.

બ) 5) કાર્લે કેટલાક નવા સુટ પહેરીને જોયા. કાર્લે શું કર્યું? કાર્લે કેટલાક નવા સુટ પહેરીને જોયા.

6) કાર્લે છેલ્લે ગ્રે સુટ ખરીદ્યો. કાર્લે છેવટે કયા રંગનો સૂટ ખરીદ્યો? કાર્લે છેવટે ગ્રે સુટ ખરીદ્યો.

7) કાર્લે વિચાર્યું કે તે તેના નવા કપડામાં સારો દેખાતો હતો. કાર્લને તેના નવા કપડાં વિશે શું લાગ્યું? કાર્લે વિચાર્યું કે તે તેના નવા પોશાક માં સારો દેખાતો હતો.

8) કાર્લ તેના ઇન્ટરવ્યૂ માટે ગઇકાલે તૈયાર હતો. ગઈકાલે તેના ઇન્ટરવ્યૂ માટે કાર્લ તૈયાર હતો? હા, કાર્લ તેની મુલાકાત માટે ગઇકાલે તૈયાર હતો.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE