×

We gebruiken cookies om LingQ beter te maken. Als u de website bezoekt, gaat u akkoord met onze cookiebeleid.

LingQ Mini Stories, 4 - મારી દીકરી દરરોજ શાળાએ જાય છે – Text to read

LingQ Mini Stories, 4 - મારી દીકરી દરરોજ શાળાએ જાય છે

Beginner 2 Gujarati lesson to practice reading

Begin nu met het leren van deze les

4 - મારી દીકરી દરરોજ શાળાએ જાય છે

વાર્તા-૪

અ) મારી દીકરી દરરોજ શાળાએ જાય છે. તેને શાળા ખૂબ ગમે છે.

તે શાળાની એક સારી વિદ્યાર્થી છે.

શિક્ષકો મારી દીકરીને ખૂબ પસંદ કરે છે.

મારી દીકરીના ઘણા મિત્રો પણ છે.

તેની ખાસ મિત્ર એમી છે.

એમીને ગણિત અને વિજ્ઞાન ગમે છે.

મારી દીકરીને અંગ્રેજી અને ઇતિહાસ ગમે છે.

તેઓ ઘરકામ કરવામાં એકબીજાની મદદ કરે છે.

તેઓ મહેનતથી ભણે છે અને શાળામાં સારુ પ્રદર્શન કરે છે.

બ) હું દરરોજ શાળાએ જાઉં છું. મને શાળા ખૂબ ગમે છે.

હું શાળાની એક સારી વિદ્યાર્થી છું.

મારા શિક્ષકો મને ખૂબ પસંદ કરે છે.

મારા ઘણા મિત્રો પણ છે.

મારી ખાસ મિત્ર એમી છે.

તેને ગણિત અને વિજ્ઞાન ગમે છે.

મને અંગ્રેજી અને ઇતિહાસ ગમે છે.

અમે એકબીજાને ઘરકામ કરવામાં મદદ કરીએ છીએ.

અમે મહેનતથી ભણીએ છીએ અને શાળામાં સારું પ્રદર્શન કરીએ છીએ.

પ્રશ્નો:

1) દીકરી દરરોજ શાળાએ જાય છે.

શું દીકરી દરરોજ શાળાએ જાય છે? હા, તે દરરોજ શાળાએ જાય છે.

2) દીકરીને શાળા ગમે છે. શું દીકરીને શાળા ગમે છે? હા, તેને શાળા ગમે છે.

3) દીકરી સારી વિદ્યાર્થી છે. શું દીકરી ખરાબ વિદ્યાર્થી છે? ના, દીકરી ખરાબ વિદ્યાર્થી નથી. તે સારી વિદ્યાર્થી છે.

4) શિક્ષકો દીકરીને પસંદ કરે છે. શું શિક્ષકો દીકરીને પસંદ કરે છે? હા, શિક્ષકો તેને પસંદ કરે છે.

5) તેની ખાસ મિત્રનું નામ એમી છે. શું તેની ખાસ મિત્રનું નામ જુલી છે? ના, તેની ખાસ મિત્ર નું નામ એમી છે.

6) એમીને ગણિત અને વિજ્ઞાન ગમે છે. શું એમીને અંગ્રેજી અને ઇતિહાસ ગમે છે? ના, તેને ગણિત અને વિજ્ઞાન ગમે છે.

7) દીકરી અને એમી શાળામાં સારુ પ્રદર્શન કરે છે. શું દીકરી શાળામાં સારું પ્રદર્શન કરે છે? હા, દીકરી અને એમી શાળામાં સારુ પ્રદર્શન કરે છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE