×

We gebruiken cookies om LingQ beter te maken. Als u de website bezoekt, gaat u akkoord met onze cookiebeleid.

LingQ Mini Stories, 3 - કેરનને કામ પર અને ઘરમાં કંટાળો આવે … – Text to read

LingQ Mini Stories, 3 - કેરનને કામ પર અને ઘરમાં કંટાળો આવે છે

Beginner 2 Gujarati lesson to practice reading

Begin nu met het leren van deze les

3 - કેરનને કામ પર અને ઘરમાં કંટાળો આવે છે

વાર્તા-૩

અ) કેરનને કામ પર અને ઘરમાં કંટાળો આવે છે. તે દરરોજ એકની એક જ વસ્તુ કરે છે.

તેને એક નવો શૉખ જોઇએ છે.

પ્રથમ, તે રસોઇ કરવાનો પ્રયાસ કરે છે.

પરંતુ તેનુ ભોજન સ્વાદિષ્ટ નથી બનતું.

પછી, તે તરવાનો પ્રયાસ કરે છે

પરંતુ તેને પાણીથી બીક લાગે છે.

કેરન ઘરે જતા એક પાલતું પ્રાણીની દુકાન જુએ છે.

પાલતું પ્રાણીની દુકાનમાં, તે એક બિલાડી જુએ છે!

કેરન બિલાડી ખરીદે છે, અને હવે તે ખૂબ ખુશ છે.

બ) મને કામ પર અને ઘરમાં કંટાળો આવે છે. હું દરરોજ એકની એક જ વસ્તુ કરું છું.

મને એક નવો શૉખ જોઈએ છે.

પ્રથમ, હું રસોઇ કરવાનો પ્રયાસ કરું છું.

પરંતુ મારું ભોજન સ્વાદિષ્ટ નથી બનતું.

પછી, હું તરવાનો પ્રયાસ કરું છું.

પણ મને પાણીથી બીક લાગે છે

હું ઘરે જતા એક પાલતું પ્રાણીની દુકાન જોઉં છું.

પાલતું પ્રાણીની દુકાનમાં, હું એક બિલાડી જોઉં છું!

હું બિલાડી ખરીદું છું, અને હવે હું ખૂબ ખુશ છું.

પ્રશ્નો:

1) કેરનને કામ પર અને ઘરમાં કંટાળો આવે છે. શું કેરન કામ પર ખુશ છે? ના, કેરન કામ પર ખુશ નથી.તેને કામ પર અને ઘરમાં કંટાળો આવે છે.

2) કેરન દરરોજ એકની એક જ વસ્તુ કરે છે. શું કેરન ઘણી અલગ વસ્તુઓ કરે છે? ના, કેરન દરરોજ એકની એક જ વસ્તુ કરે છે.

3) કેરનને નવો શોખ જોઈએ છે. શું કેરનને નવો શોખ જોઈએ છે? હા, કેરનને નવો શોખ જોઈએ છે.

4) કેરનનું ભોજન સ્વાદિષ્ટ નથી બનતું. શું કેરન સારી રસોઈયણ છે? ના, કેરન સારી રસોઈયણ નથી. તેનું ભોજન સ્વાદિષ્ટ નથી બનતું.

5) કેરનને પાણીથી બીક લાગે છે. શું કેરનને તરવું ગમે છે? ના, કેરનને તરવું નથી ગમતું. તે પાણીથી બીવે છે.

6) કેરન પાલતું પ્રાણીની દુકાનમાં એક બિલાડી જોવે છે. શું કેરન પાલતું પ્રાણીની દુકાનમાં એક બિલાડી જોવે છે? હા, કેરન પાલતું પ્રાણીની દુકાનમાં એક બિલાડી જોવે છે.

7) કેરન પાલતું પ્રાણીની દુકાનમાંથી બિલાડી ખરીદે છે. શું કેરન બિલાડી ખરીદે છે? હા, કેરન પાલતું પ્રાણીની દુકાનમાંથી બિલાડી ખરીદે છે.

8) કેરન હવે ખૂબ ખુશ છે કારણકે તેની પાસે બિલાડી છે. શું કેરનને હવે કંટાળો આવે છે? ના, કેરનને હવે કંટાળો નથી આવતો. તે હવે ખૂબ ખુશ છે કારણકે તેની પાસે બિલાડી છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE