×

우리는 LingQ를 개선하기 위해서 쿠키를 사용합니다. 사이트를 방문함으로써 당신은 동의합니다 쿠키 정책.

블랙 프라이데이 최대 50% 할인
image

LingQ Mini Stories, 41 - એલન તેના મિત્ર સાથે એક રેસ્ટોરન્ટમાં છે

41 - એલન તેના મિત્ર સાથે એક રેસ્ટોરન્ટમાં છે

વાર્તા-૪૧

અ) એલન તેના મિત્ર સાથે એક રેસ્ટોરન્ટમાં છે. તે આ રેસ્ટોરન્ટમાં પહેલીવાર આવ્યા છે, અને તેઓ શું ખાવું તે નક્કી કરી રહ્યા છે. ઍલન ત્રણ અલગ વાનગીઓ ઓર્ડર કરવા માંગે છે.

કારણ કે તે મેનૂ પર નવી વસ્તુઓ ચાખવા માંગે છે.

પરંતુ જો તે વધારે ખોરાક ઓર્ડર કરે, તો તેમને તેમના મિત્ર કરતાં વધુ પૈસા ચૂકવવા પડશે. એલનનો મિત્ર બહુ ભૂખ્યા નથી, તેથી એલનનો મિત્ર માત્ર થોડી નાની વાનગીઓનો ઓર્ડર આપે છે. તેથી એલન પણ ફક્ત થોડી નાની વાનગીઓ મંગાવાનું નક્કી કરે છે.

બ) હું મારા મિત્ર સાથે રેસ્ટોરન્ટમાં હતો. અમે તે રેસ્ટોરન્ટમાં પહેલી વખત ગયા હતા અને અમે નક્કી કરતા હતા કે શું ખાવું? હું ત્રણ અલગ વાનગીઓ ઓર્ડર કરવા માંગતો હતો કારણ કે હું મેનુ પર નવી વસ્તુઓ ચાખવા માંગતો હતો. પરંતુ જો હું વધારે ખોરાકનો ઓર્ડર આપીશ, તો મારે મારા મિત્ર કરતાં વધારે પૈસા ચૂકવવા પડશે. મારો મિત્ર બહુ ભુખ્યો નહોતો, તેથી મારા મિત્રએ થોડી નાની વાનગીઓનો ઓર્ડર આપ્યો. તેથી મેં નક્કી કર્યું કે હું પણ થોડી નાની વાનગીઓ જ મંગાવીશ.

પ્રશ્નો:

અ) 1) એલેન તેના મિત્ર સાથે રેસ્ટોરન્ટમાં છે. એલન કોની જોડે રેસ્ટોરન્ટમાં ગયો છે? એલન તેના મિત્ર સાથે રેસ્ટોરન્ટમાં છે.

2) એલન અને તેના મિત્ર રેસ્ટોરન્ટમાં શું ખાવું તે નક્કી કરે છે.

એલન અને તેના મિત્ર શું કરી રહ્યા છે? તેઓ નક્કી કરી રહ્યા છે કે રેસ્ટોરન્ટમાં શું ખાવું.

3) એલનનો મિત્ર ભૂખ્યો ન હતો. એલનનું મિત્ર ખૂબ ભૂખ્યો હતો? ના, તે નહોતો. એલનનો મિત્ર ભૂખ્યો ન હતો.

4) એલેન નો મિત્ર થોડી નાની વાનગીઓનો ઓર્ડર આપે છે. એલનનો મિત્ર કેટલા ખોરાકનો ઓર્ડર આપે છે? એલનનો મિત્ર માત્ર થોડી નાની વાનગીઓનો ઓર્ડર આપે છે.

બ) 5) એલન અને તેનો મિત્રપહેલીવાર રેસ્ટોરન્ટમાં ગયા હતા. શું એલન અને તેનો મિત્ર પહેલાં રેસ્ટોરન્ટમા ગયા હતા? ના, તે ત્યાં પહેલીવાર ગયા હતા.

6) એલન ત્રણ અલગ વાનગીઓ ઑર્ડર કરવા માંગે છે. એલેન કેટલો ખોરાક ઓર્ડર કરવા માંગે છે ? એલન ત્રણ અલગ વાનગીઓને ઓર્ડર કરવા માંગતો હતો.

7) જો એલન વધારે ખોરાકનો ઓર્ડર આપશે , તો તેને તેના મિત્ર કરતાં વધારે પૈસા ચૂકવવા પડશે. એલને વધારે ખોરાકનો ઓર્ડર આપવા પર શું કરવું પડશે? તેણે તેના મિત્ર કરતાં વધુ પૈસા ચૂકવવા પડશે.

8) એલેનએ ફક્ત થોડી નાની વાનગીઓ જ લેવાનું નક્કી કર્યું. એલેનએ શું કરવાનું નક્કી કર્યું? એલનએ ફક્ત થોડી નાની વાનગીઓ જ લેવાનું નક્કી કર્યું.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE