×

우리는 LingQ를 개선하기 위해서 쿠키를 사용합니다. 사이트를 방문함으로써 당신은 동의합니다 쿠키 정책.

LingQ Mini Stories, 28 - સ્ટેલા નવા દેશની મુલાકાત લેશે – 읽을 텍스트

LingQ Mini Stories, 28 - સ્ટેલા નવા દેશની મુલાકાત લેશે

초급 2 읽기를 연습하는 구자라트어의 수업

지금 본 레슨 학습 시작

28 - સ્ટેલા નવા દેશની મુલાકાત લેશે

વાર્તા-૨૮

અ) સ્ટેલા નવા દેશની મુલાકાત લેશે. તેને નવા દેશની આસપાસ તેના સફરની યોજના બનાવવી જોઈએ.

તે ટ્રેન દ્વારા દેશભરમાં પ્રવાસ કરવા માંગે છે.

પહેલા, તે એક મોટા શહેરમાં જશે.

પછી, તે શહેરમાં કેટલાક પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેશે.

તે પછી, તે ગાડીમાં કંટ્રી બાજુ જશે.

ત્યાં, તે ઘણા ફોટા પાડશે.

તે તેના મિત્રોને ફોટા બતાવવા માંગે છે.

તેના સફર પછી, તે તેના દરેક ફોટાને ઓનલાઇન બતાવશે.

તેને આશા છે કે ઇન્ટરનેટ કનેક્શન સારુ હશે.

બ) હું એક નવા દેશની મુલાકાત લેતો હતો. મારે નવા દેશની સફર કરવાની યોજના બનાવવી પડી હતી.

હું ટ્રેન દ્વારા દેશભરમાં મુસાફરી કરવાની ઇચ્છા રાખતો હતો.

પહેલા, હું એક મોટા શહેરમાં જઈ રહ્યો હતો.

પછી, હું શહેરમાં કેટલાક પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેવા જઈ રહ્યો હતો.

તે પછી, હું ગાડીમાં કંટ્રી બાજુ જઈશ.

ત્યાં, હું ઘણા ફોટા પાડવાનો હતો.

હું મારા મિત્રોને મારા ફોટા બતાવવા માંગતો હતો.

મારા સફર પછી, હું મારા દરેક ફોટાને ઓનલાઇન બતાવવાનો હતો.

મને આશા હતી કે ઇન્ટરનેટ કનેક્શન સારું હશે.

પ્રશ્નો:

1) સ્ટેલા નવા દેશની મુલાકાત લેશે. સ્ટેલા શું કરશે? તે એક નવા દેશની મુલાકાત કરશે.

2) સ્ટેલાએ દેશની આસપાસ તેના પ્રવાસની યોજના બનાવવી જોઈએ. સ્ટેલાએ શું કરવું જોઈએ? તેણે દેશની આસપાસ તેની સફરની યોજના બનાવવી જોઈએ.

3) સ્ટેલા ટ્રેન દ્વારા દેશની આસપાસ પ્રવાસ કરવા માંગે છે. સ્ટેલા કેવી રીતે મુસાફરી કરવા માગે છે? તે ટ્રેન દ્વારા દેશભરમાં પ્રવાસ કરવા માંગે છે.

4) સ્ટેલા પહેલા મોટા શહેરમાં જશે. તે ક્યાં જશે? તે પહેલા મોટા શહેરમાં જશે.

5) સ્ટેલા શહેરના કેટલાક પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેશે. તે શહેરમાં શું કરશે? તે શહેરમાં કેટલાક પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેશે.

બ) 6) તે ગાડીમાં કંટ્રી બાજુ જવાની હતી. તે કંટ્રી બાજુ કેવી રીતે જવાની હતી? તે ગાડીમાં કંટ્રી બાજુ જવાની હતી.

7) તે ત્યાં ઘણા ફોટા પાડવાની હતી. ત્યાં કેટલા ફોટા પાડવાની હતી? તે ત્યાં ઘણા ફોટા પાડવાની હતી.

8) તે તેના મિત્રોને તેના ફોટા બતાવવા માંગતી હતી. કોણ તેના મિત્રોને તેના ફોટા બતાવવા માંગતું હતું? તે તેના મિત્રોને તેના ફોટા બતાવવા માંગતી હતી.

9) તે તેના સફર પછી તેના દરેક ફોટા ઓનલાઇન બતાવવાની હતી. તે તેના ફોટા ઓનલાઇન ક્યારે બતાવવાની હતી? તે તેના સફર પછી તેના દરેક ફોટા ઓનલાઇન બતાવવાની હતી.

10) તેને આશા હતી કે ઇન્ટરનેટ કનેક્શન સારું રહેશે. તેને શું આશા હતી? તેને આશા હતી કે ઇન્ટરનેટ કનેક્શન સારું રહેશે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE