×

Utilizziamo i cookies per contribuire a migliorare LingQ. Visitando il sito, acconsenti alla nostra politica dei cookie.

LingQ Mini Stories, 14 - કેલી સંગીત સાંભળવું પસંદ કરે છે – Text to read

LingQ Mini Stories, 14 - કેલી સંગીત સાંભળવું પસંદ કરે છે

Principiante 2 di gujarati lesson to practice reading

Inizia a seguire questa lezione ora

14 - કેલી સંગીત સાંભળવું પસંદ કરે છે

વાર્તા-૧૪

અ) કેલી સંગીત સાંભળવું પસંદ કરે છે. તે નૃત્ય કરવાનું શીખવા માંગે છે.

તે તેના પહેલા નૃત્ય વર્ગમાં જાય છે.

શિક્ષક તેને તેના પગ ખેંચવાનું કહે છે.

કેલી તેના પગ ખેંચવાનો પ્રયત્ન કરે છે.

પરંતુ તે બહુ દૂર સુધી નથી ખેંચી શકતી.

શિક્ષક તેને કૂદકો મારવાનું કહે છે.

કેલી કૂદવાનો પ્રયત્ન કરે છે, પરંતુ નીચે પડે છે.

કેલીનાં સ્નાયુઓ વર્ગ પછી દુખે છે.

કદાચ તે નૃત્ય કરવાનું શીખી શકશે નહીં.

બ) હું સંગીત સાંભળવું પસંદ કરું છું. હું નૃત્ય કરવાનું શીખવા માંગુ છું.

હું મારા પહેલા નૃત્ય વર્ગમાં જાઉં છું.

શિક્ષક મને મારા પગ ખેંચવાનું કહે છે.

હું મારા પગ ખેંચવાનો પ્રયત્ન કરું છું

પરંતુ હું બહુ દૂર સુધી નથી ખેંચી શકતી.

શિક્ષક મને કૂદકો મારવાનું કહે છે.

હું કૂદવાનો પ્રયત્ન કરું છું, પરંતુ નીચે પડું છું.

મારા સ્નાયુઓ વર્ગ પછી દુખે છે.

કદાચ હું નૃત્ય કરવાનું શીખી શકીશ નહીં.

પ્રશ્નો:

1) કેલી સંગીત સાંભળવું પસંદ કરે છે.

શું કેલને સંગીત ગમે છે? હા, કેલી સંગીત સાંભળવું પસંદ કરે છે.

2) કેલી નૃત્ય કરવાનું શીખવા માંગે છે.

શું કેલી નૃત્ય કરવાનું શીખવા માંગે છે? હા, કેલી નૃત્ય કરવાનું શીખવા માંગે છે.

3) કેલી નૃત્ય વર્ગમાં જાય છે. શું કેલી પિયાનો વર્ગમાં જાય છે? ના, કેલી પિયાનો વર્ગમાં નથી જતી. તે નૃત્ય વર્ગમાં જાય છે.

4) શિક્ષક કેલીને તેના પગ ખેંચવાનું કહે છે. શું શિક્ષક કેલીને તેના હાથ ખેંચવાનું કહે છે? ના, શિક્ષક કેલીને તેના હાથ ખેંચવાનું નથી કહેતા. શિક્ષક તેને પગ ખેંચવાનું કહે છે.

5) કેલી તેના પગને બહુ દૂર સુધી નથી ખેંચી શકતી. શું કેલી તેના પગને બહુ દૂર સુધી ખેંચી શકે છે? ના, કેલી તેના પગને બહુ દૂર સુધી નથી ખેંચી શકતી.

6) કેલી કૂદવાનું પ્રયાસ કરે છે, પરંતુ તે નીચે પડે છે. શું કેલી નીચે પડી જાય છે? હા, કેલી કૂદવાનું પ્રયાસ કરે છે, પરંતુ તે નીચે પડી જાય છે.

7) કેલીના સ્નાયુઓ વર્ગ પછી દુખે છે. શું કેલીના સ્નાયુઓ વર્ગ પછી દુખે છે? હા, કેલીના સ્નાયુઓ વર્ગ પછી દુખેછે.

8) કેલી કદાચ નૃત્ય નહીં શીખી શકે. શું કેલી નૃત્ય શીખી શકશે? ના, કેલી કદાચ નૃત્ય નહીં શીખી શકે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE