×

We use cookies to help make LingQ better. By visiting the site, you agree to our cookie policy.

Sign Up Free
image

LingQ Mini Stories, 16 - જીનને નવી નોકરી જોઈએ છે

16 - જીનને નવી નોકરી જોઈએ છે

વાર્તા-૧૬

અ) જીનને નવી નોકરી જોઈએ છે. તેને આ ઓફીસની નોકરી નથી ગમતી.

તેના હિસાબે આ નોકરી બહુ કંટાળાજનક છે.

જીનને વધારે ઉત્તેજક નોકરી જોઇએ છે.

તે ઓનલાઇન નવી નોકરી શોધે છે.

રેસ્ટોરન્ટમાં ઘણી બધી નોકરીઓ છે.

સ્ટોરમાં પણ ઘણી બધી નોકરીઓ છે.

જીન બરોબર રાંધી નથી શકતો.

પણ તેને ખરીદી કરવું અને લોકો જોડે વાત કરવું ગમે છે.

જીનને આશા છે કે તેને સ્ટોરમાં નોકરી મળી જશે.

બ) મારે નવી નોકરી જોઈએ છે. મને આ ઓફીસની નોકરી નથી ગમતી.

મારા હિસાબે આ નોકરી બહુ કંટાળાજનક છે.

મારે વધારે ઉત્તેજક નોકરી જોઇએ છે.

હું ઓનલાઇન નવી નોકરી શોધું છું.

રેસ્ટોરન્ટમાં ઘણી બધી નોકરીઓ છે.

સ્ટોરમાં પણ ઘણી બધી નોકરીઓ છે.

હું બરોબર રાંધી નથી શકતો.

પણ મને ખરીદી કરવું અને લોકો જોડે વાત કરવું ગમે છે.

મને આશા છે કે મને સ્ટોરમાં નોકરી મળી જશે.

પ્રશ્નો:

1) જીનને નવી નોકરી જોઈએ છે.

શું જીનને નવી નોકરી જોઇએ છે? હા, જીનને નવી નોકરી જોઈએ છે.

2) જીનના હિસાબે તેની નોકરી બહુ કંટાળાજનક છે. શું જીનને તેની ઓફિસની નોકરી ગમે છે? ના, જીનને તેની ઓફિસની નોકરી નથી ગમતી. તેને લાગે છે કે તેની નોકરી બહુ કંટાળાજનક છે.

3) જીનને વધારે ઉત્તેજક નોકરી જોઇએ છે. શું જીનને કંટાળાજનક નોકરી જોઇએ છે? ના, જીનને વધારે ઉત્તેજક નોકરી જોઈએ છે.

4) જીન ઓનલાઇન નવી નોકરી શોધે છે. શું જીન નોકરી માટે ઓનલાઈન જોવે છે? હા, ઓનલાઈન નવી નોકરી શોધે છે.

5) રેસ્ટોરન્ટમાં ઘણી નોકરીઓ છે.

શું રેસ્ટોરન્ટ માં ઘણી નોકરીઓ છે? હા, રેસ્ટોરન્ટમાં ઘણી નોકરીઓ છે.

6) જીનને બરોબર રાંધતા નથી આવડતું. શું જીનને બરોબર રાંધતા આવડે છે? ના, જીનને બરોબર રાંધતા નથી આવડતું.

7) જીનને ખરીદી કરવી અને લોકો જોડે વાત કરવું ગમે છે. શું જીનને લોકો જોડે વાત કરવું ગમે છે? હા, જીનને લોકો જોડે વાત કરવી અને ખરીદી કરવી ગમે છે.

8) જીનને સ્ટોરમાં નોકરી શોધવી છે. શું જીનને રેસ્ટોરન્ટ માં નોકરી જોઈએ છે? ના, તેને રેસ્ટોરન્ટમાં નોકરી નથી જોઈતી. તેને સ્ટોરમાં નોકરી શોધવી છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE