×

Vi använder kakor för att göra LingQ bättre. Genom att besöka sajten, godkänner du vår cookie-policy.

LingQ Mini Stories, 8 - લિસા નવા જૂતા ખરીદવા માંગે છે – Text to read

LingQ Mini Stories, 8 - લિસા નવા જૂતા ખરીદવા માંગે છે

Nybörjare 2 Gujarati lesson to practice reading

Börja lära dig lektionen nu

8 - લિસા નવા જૂતા ખરીદવા માંગે છે

વાર્તા-૮

અ) લિસા નવા જૂતા ખરીદવા માંગે છે. તે ચપ્પલની દુકાનમાં જાય છે.

ત્યાં ઘણા બધા સુંદર જૂતા હોય છે.

લિસા વાદળી જૂતાની જોડી પેરી જુએ છે.

વાદળી જૂતા બહુ ફિટ પડે છે.

તે કાળા જૂતાની જોડી પેરી જુએ છે.

આ જૂતા બહુ આરામદાયક છે.

લિસા કાળા જૂતાનો ભાવ પૂછે છે.

કાળા જૂતા $૪૫૦ ના છે.

લિસા ઉદાસ થઈને જૂતા નીચે મૂકીને જતી રહે છે.

બ) મારે નવા જૂતા ખરીદવા છે. હું ચપ્પલની દુકાનમાં જાઉં છું.

ત્યાં ઘણા બધા સુંદર જૂતા હોય છે.

હું વાદળી જૂતાની જોડી પેરી જોઉં છું.

વાદળી જૂતા બહુ ફિટ પડે છે.

હું કાળા જૂતાની જોડી પેરી જોઉં છું.

આ જૂતા બહુ આરામદાયક છે.

હું કાળા જૂતાનો ભાવ પૂછું છું.

કાળા જૂતા $૪૫૦ ના છે.

હું ઉદાસ થઈને જૂતા નીચે મૂકીને જતી રહું છું.

પ્રશ્નો:

1) લિસા નવા જૂતા ખરીદવા માંગે છે.

શું લિસા નવા જૂતા ખરીદવા માંગે છે? હા, લિસા નવા જૂતા ખરીદવા માંગે છે.

2) ચપ્પલની દુકાનમાં ઘણા બધા સુંદર જૂતા હોય છે. શું ચપ્પલની દુકાનમાં ઘણા જૂતા હોય છે? હા,ચપ્પલની દુકાનમાં ઘણા બધા સુંદર જૂતા હોય છે.

3) લિસા વાદળી અને કાળા જૂતાની જોડી પેરી જુએ છે. શું લિસા બે જોડી જૂતા પેરી જુએ છે? હા, લિસા બે જોડી જૂતા પેરી જુએ છે. તે વાદળી અને કાળા જૂતાની જોડી પેરી જુએ છે.

4) પહેલા, લિસા વાદળી જૂતાની જોડી પેરી જુએ છે. શું લિસા લાલ જૂતાની જોડી પહેલા પેરી જુએ છે? ના, લિસા લાલ જૂતા નથી પહેરતી. તે વાદળી જૂતાની જોડી પેરી જુએ છે.

5) વાદળી જૂતા બહુ ફિટ પડે છે. શું વાદળી જૂતા આરામદાયક છે? ના,વાદળી જૂતા આરામદાયક નથી. તે બહુ ફિટ પડે છે.

6) કાળા જૂતા બહુ આરામદાયક છે.

શું કાળા જૂતા આરામદાયક છે? હા, કાળા જૂતા બહુ આરામદાયક છે.

7) કાળા જૂતા $૪૫૦ ના છે. શું કાળા જૂતા મોંઘા છે? હા, કાળા જૂતા મોંઘા છે.તે $૪૫૦ ના છે.

8) લિસા જૂતા નીચે મૂકીને દુકાનમાંથી જતી રહે છે. શું લિસા જૂતા ખરીદે છે? ના, લિસા જૂતા નથી ખરીદતી. તે જૂતા નીચે મૂકીને દુકાનમાંથી જતી રહે છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE