×

Vi använder kakor för att göra LingQ bättre. Genom att besöka sajten, godkänner du vår cookie-policy.

LingQ Mini Stories, 6 - જેન અને ફ્રૅડ રાતે થાકી ગયા છે – Text to read

LingQ Mini Stories, 6 - જેન અને ફ્રૅડ રાતે થાકી ગયા છે

Nybörjare 2 Gujarati lesson to practice reading

Börja lära dig lektionen nu

6 - જેન અને ફ્રૅડ રાતે થાકી ગયા છે

વાર્તા-૬

અ) જેન અને ફ્રૅડ રાતે થાકી ગયા છે. તેઓ જોડે સાત વાગે રાત્રિભોજન કરે છે.

તેમનો પુત્ર તેમની જોડે રાત્રિભોજન કરે છે.

તેઓ જોડે આરામ કરે છે અને ટીવી જોવે છે.

તેમનો પુત્ર પણ ટીવી જોવે છે.

તેઓ તેમના પુત્રને આઠ વાગે સુવડાવી દે છે.

જેન ગરમ પાણીથી સ્નાન કરે છે.

ફ્રૅડ ફુવારા વડે સ્નાન કરે છે અને દાતણ કરે છે.

જેન પુસ્તક વાંચે છે, પરંતુ ઊંઘી જાય છે.

ફ્રૅડ પણ જલદી ઊંઘી જાય છે.

બ) હું અને ફ્રૅડ રાતે થાકી ગયા છે. અમે જોડે સાત વાગે રાત્રિભોજન કરીએ છીએ.

અમારો પુત્ર અમારી જોડે રાત્રિભોજન કરે છે.

અમે જોડે આરામ કરીએ છીએ અને ટીવી જોઈએ છીએ.

અમારો પુત્ર પણ ટીવી જોવે છે.

અમે અમારા પુત્રને આઠ વાગે સુવડાવી દઈએ છીએ.

હું ગરમ પાણીથી સ્નાન કરું છે.

ફ્રૅડ ફુવારા વડે સ્નાન કરે છે અને દાતણ કરે છે.

હું પુસ્તક વાંચું છું ,પરંતુ ઊંઘી જાઉં છું.

ફ્રૅડ પણ જલદી ઊંઘી જાય છે.

પ્રશ્નો:

1) ફ્રૅડ અને જેન થાકી ગયા છે. શું ફ્રૅડ અને જેન થાકી ગયા છે? હા, તેઓ થાકી ગયા છે.

2) તેઓ સાત વાગે રાત્રિભોજન કરે છે. શું તેઓ રાત્રિભોજન છ વાગ્યે કરે છે? ના, તેઓ રાત્રિભોજન છ વાગે નથી કરતા. તેઓ સાત વાગે જમે છે.

3) તેમનો એક પુત્ર છે. શું તેમને એક પુત્રી છે? ના, તેમને એક પુત્રી નથી, પરંતુ એક પુત્ર છે.

4) તેમનો પુત્ર તેમની સાથે ટીવી જોવે છે. શું તેમને પુત્ર ટીવી જોવે છે? હા, તેમનો પુત્ર તેમની સાથે ટીવી જોવે છે.

5) તે આઠ વાગ્યે સુવે છે. શું તેમનો પુત્ર નવ વાગે ઊંઘે છે? ના, તે આઠ વાગે સુવે છે.

6) જેન ગરમ પાણીથી સ્નાન કરે છે. શું જેન ફુવારા વડે સ્નાન કરે છે? ના, જેન ફુવારા વડે સ્નાન નથી કરતી. તે ગરમ પાણીથી સ્નાન કરે છે.

7) ફ્રૅડ ફુવારા વડે સ્નાન કરે છે અને દાતણ કરે છે. શું ફ્રૅડ દાતણ કરે છે? હા, ફ્રૅડ ફુવારા વડે સ્નાન કરે છે અને દાતણ કરે છે..

8) જેન પુસ્તક વાંચે છે. શું જેન પુસ્તક વાંચે છે? હા, જેન પુસ્તક વાંચે છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE