×

Vi använder kakor för att göra LingQ bättre. Genom att besöka sajten, godkänner du vår cookie-policy.

LingQ Mini Stories, 26 - એલેક્સ તેનો રૂમ સાફ કરશે – Text att läsa

LingQ Mini Stories, 26 - એલેક્સ તેનો રૂમ સાફ કરશે

Nybörjare 2 Gujarati lektion för att öva läsning

Börja lära dig lektionen nu

26 - એલેક્સ તેનો રૂમ સાફ કરશે

વાર્તા-૨૬

અ) એલેક્સ તેનો રૂમ સાફ કરશે. તેની પાસે ઘણી વસ્તુઓ છે.

પહેલા, તે તેના ગંદા કપડાંને ઢગલામાં મૂકી દેશે.

પછી, તે કપડાં ધોવાના મશીનમાં કપડા ધોશે.

તે પોતાના પલંગ નીચે પણ સાફ કરશે.

તેને પલંગ નીચે ઘણા રમકડાં મળશે.

તે તેના બધા જ રમકડાંને કબાટમાં મૂકશે.

અંતે, તે તેની ડેસ્ક સાફ કરશે અને તેના ડેસ્ક પર તેની શાળાનું કામ મૂકશે. તે વિચારે છે કે તેની મમ્મી ખૂબ જ ખુશ થશે.

બ) હું મારો રૂમ સાફ કરતો હતો. મારી પાસે ઘણી વસ્તુઓ હતી.

પહેલા, મેં મારા ગંદા કપડાને એક ઢગલામાં મૂક્યા.

પછી, મેં કપડાં ધોવાની મશીનમાં મારા કપડાં ધોયા.

મે મારા પલંગ નીચે સફાઈ કરી.

મને મારા પલંગ નીચેથી ઘણા રમકડાં મળી આવ્યા.

મેં બધા જ રમકડાં કબાટમાં મૂકયા.

અંતે, મેં મારું ડેસ્ક સાફ કર્યું.

અને મારી શાળાનું કામ મારા ડેસ્ક પર મૂક્યો.

હું વિચારતો હતો કે મારા મમ્મી ખૂબ જ ખુશ હશે.

પ્રશ્નો:

અ) 1) એલેક્સ તેનો રૂમ સાફ કરશે. એલેક્સ શું કરશે? તે પોતાનો રૂમ સાફ કરશે.

2) એલેક્સ પાસે કરવા માટે ઘણી વસ્તુઓ છે. શું તેની પાસે કરવા માટે થોડીક વસ્તુઓ છે? ના, તેની પાસે કરવા માટે થોડીક વસ્તુઓ નથી. તેની પાસે ઘણી વસ્તુઓ છે.

3) પહેલા, તે પોતાના ગંદા કપડાંને એક ઢગલામાં મુકશે. તે પહેલા શું કરશે? પહેલા, તે તેના ગંદા કપડાંને એક ઢગલામાં મૂકી દેશે.

4) તે પછી, તે કપડાં ધોવાની મશીનમાં પોતાના કપડાં ધોઈ નાખશે. પછી, તે શું કરશે? પછી, તે કપડાં ધોવાના મશીનમાં કપડાં ધોઈ નાખશે.

5) એલેક્સ તેના પલંગ નીચે પણ સાફ કરશે. એલેક્સ શું કરશે? એલેક્સ તેના પલંગ નીચે પણ સાફ કરશે.

બ) 6) એલેક્સને તેના પલંગ નીચે ઘણાં રમકડાં મળી આવ્યા. એલેક્સ ને તેના પલંગ નીચે શું મળી આવ્યુ? તેને તેના પલંગ નીચે ઘણા રમકડા મળી આવ્યા.

7) એલેક્સ તેના બધા રમકડા કબાટમાં મૂકે છે. તેણે તેના રમકડાં ક્યાં મૂક્યા? તેણે તેના બધા રમકડા કબાટમાં મૂકયા.

8) છેવટે, એલેક્સે તેની ડેસ્ક સાફ કરી અને શાળાનું કામ ત્યાં મુક્યુ. એલેક્સે છેલ્લે શું કર્યું? છેલ્લે, એલેક્સે તેની ડેસ્ક સાફ કરી અને શાળાનું કામ ત્યાં મુક્યુ.

9) એલેક્સ વિચારી રહ્યો હતો કે તેની મમ્મી ખૂબ જ ખુશ હશે. એલેક્સ તેની મમ્મી શું વિચારશે તેના વિશે શું વિચારી રહ્યો હતો? એલેક્સ વિચારી રહ્યો હતો કે તેની મમ્મી ખૂબ જ ખુશ થશે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE