×

Vi använder kakor för att göra LingQ bättre. Genom att besöka sajten, godkänner du vår cookie-policy.

Registrera dig gratis
image

LingQ Mini Stories, 23 - લૂઇ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે

23 - લૂઇ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે

વાર્તા-૨૩

અ) લૂઇ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. તે આ મહિને સ્નાતક થવાનો છે.

પરંતુ પહેલા, તેને કેટલીક પરીક્ષાઓ આપવાની છે.

લૂઇએ છ પરીક્ષાઓ આપી છે.

લૂઇને તેની પરીક્ષા માટે ઘણો અભ્યાસ કરવો પડે છે.

જોકે, આ અઠવાડિયે, લૂઇના મિત્રનો જન્મદિવસ છે.

લૂઇનો મિત્ર ઇચ્છે છે કે તે તેની પાર્ટીમાં આવે.

લૂઇ પોતાના મિત્રની પાર્ટીમાં જવા માંગે છે.

છેવટે, તે પોતાના મિત્રની પાર્ટીમાં જવાનો નિર્ણય કરે છે.

તે પાર્ટી બાદ તેની પરીક્ષા માટે અભ્યાસ કરશે.

બ) હું યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો. હું આ મહિને સ્નાતક થવાનો હતો.

પરંતુ પહેલા, મારે કેટલીક પરીક્ષાઓ આપવાની હતી.

મે છ પરીક્ષાઓ આપી હતી.

મારે મારી પરીક્ષા માટે ઘણો અભ્યાસ કરવો પડ્યો હતો.

જોકે, આ અઠવાડિયે, મારા મિત્રનો જન્મદિવસ હતો.

મારો મિત્ર ઇચ્છતો હતો કે હું તેની પાર્ટીમાં જાઉં.

હું મારા મિત્રની પાર્ટીમાં જવા માંગતો હતો.

છેવટે, મે મારા મિત્રની પાર્ટીમાં જવાનો નિર્ણય કર્યો હતો.

મે પાર્ટી બાદ મારી પરીક્ષા માટે અભ્યાસ કર્યો હતો.

પ્રશ્નો:

1) લૂઇ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે.

લૂઇ શું છે? લૂઇ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે.

2) લૂઇ આ મહિને સ્નાતક થવાનો છે.

લૂઇ ક્યારે સ્નાતક થવાનો છે? લૂઇ આ મહિને સ્નાતક થવાનો છે.

3) પહેલા લૂઇએ થોડી પરીક્ષાઓ આપવાની છે. પહેલા લૂઇએ શું કરવાનું છે? પહેલા લૂઇએ થોડી પરીક્ષાઓ આપવાની છે.

4) લૂઇને છ પરીક્ષા આપવાની છે. શું લૂઇને નવ પરીક્ષાઓ આપવાની છે? ના, લૂઇને 9 પરીક્ષાઓ નથી આપવાની. તેને છ પરીક્ષા આપવાની છે.

બ) 5) લૂઇના મિત્રનો આ અઠવાડિયે જન્મદિવસ છે. લૂઇના મિત્રનો આ અઠવાડિયે શું છે? લૂઇના મિત્રનો આ અઠવાડિયે જન્મદિવસ છે.

6) લૂઇનો મિત્ર ઈચ્છે છે કે લૂઇ આ અઠવાડિયે તેના જન્મદિવસની પાર્ટીમાં આવે. લૂઇનો મિત્ર શું ઈચ્છે છે? લૂઇનો મિત્ર ઈચ્છે છે કે લૂઇ આ અઠવાડિયે તેના જન્મદિવસની પાર્ટીમાં આવે.

7) લૂઇ પોતાના મિત્રની પાર્ટીમાં જવા માંગે છે. શું લૂઇ પોતાના મિત્રની પાર્ટીમાં જવા માંગે છે? હા, લૂઇ પોતાના મિત્રની પાર્ટીમાં જવા માંગે છે.

8) લૂઇએ પોતાના મિત્રની પાર્ટીમાં જવાનો નિર્ણય કર્યો. લૂઇએ શું નિર્ણય કર્યો? લૂઇએ પોતાના મિત્રની પાર્ટીમાં જવાનો નિર્ણય કર્યો.

9) લૂઇએ પાર્ટી બાદ તેની પરીક્ષા માટે અભ્યાસ કર્યો . લૂઇએ ક્યારે પરીક્ષા માટે અભ્યાસ કર્યો? લૂઇએ પાર્ટી બાદ તેની પરીક્ષા માટે અભ્યાસ કર્યો .

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE