×

Мы используем cookie-файлы, чтобы сделать работу LingQ лучше. Находясь на нашем сайте, вы соглашаетесь на наши правила обработки файлов «cookie».

LingQ Mini Stories, 10 - જૅક જન્મદિવસની પાર્ટીમાં જઈ રહ્યો છે – Текст для чтения

LingQ Mini Stories, 10 - જૅક જન્મદિવસની પાર્ટીમાં જઈ રહ્યો છે

Начинающий 2 Урок гуджаратского для практики чтения

Начать изучать этот урок прямо сейчас

10 - જૅક જન્મદિવસની પાર્ટીમાં જઈ રહ્યો છે

વાર્તા-૧૦

અ) જૅક જન્મદિવસની પાર્ટીમાં જઈ રહ્યો છે. તેને મેગ માટે ભેટ લેવાની છે.

જોકે જૅક બહુ પાર્ટીમાં જતો નથી.

તે બેચેન છે અને શું લેવું જોઈએ તે વિચારે છે.

મેગને ઘરેણા, પ્રાણીઓ અને વાદળી રંગ ગમે છે.

જૅક ઘરેણા ની દુકાને જાય છે.

ત્યાં તે સુંદર ચાંદીનો હાર જોવે છે.

હાર પર વાદળી બિલાડી બનેલી છે.

જૅક ખુશ થાય છે અને હાર ખરીદે છે.

તે આશા રાખે છે કે મેગને હાર ગમશે.

બ) હું જન્મદિવસની પાર્ટીમાં જઈ રહ્યો છું. મારે મેગ માટે ભેટ લેવાની છે.

જોકે હું બહુ પાર્ટીમાં જતો નથી.

હું બેચેન છું અને શું લેવું જોઈએ તે વિચારું છું.

મેગને ઘરેણા, પ્રાણીઓ અને વાદળી રંગ ગમે છે.

હું ઘરેણાની દુકાને જાઉં છું.

ત્યાં હું સુંદર ચાંદીનો હાર જોઉં છું.

હાર પર વાદળી બિલાડી બનેલી છે.

હું ખુશ થવ છું અને હાર ખરીદુ છું.

હું આશા રાખું છું કે મેગને હાર ગમશે.

પ્રશ્નો:

અ) 1) જૅક જન્મદિવસની પાર્ટીમાં જઈ રહ્યો છે. શું જૅક જન્મદિવસની પાર્ટીમાં જઈ રહ્યો છે? હા, જૅક મેગના જન્મદિવસની પાર્ટીમાં જઈ રહ્યો છે.

2) જૅક બહુ પાર્ટીમાં જતો નથી એટલે તે બેચેન છે.

શું જૅક બહુ પાર્ટીમાં જાય છે? ના, જૅક બહુ પાર્ટીમાં જતો નથી એટલે તે બેચેન છે.

3) મેગને પ્રાણીઓ અને વાદળી રંગ ગમે છે. શું મેગને પ્રાણીઓ ગમે છે? હા, મેગને પ્રાણીઓ ગમે છે અને તેને વાદળી રંગ પણ ગમે છે.

4) જૅક ઘરેણા ની દુકાને જાય છે.

શું મેગ ઘરેણા ની દુકાને જાય છે? ના, મેગ ઘરેણા ની દુકાને નથી જતી, પણ જૅક જાય છે.

5) જૅક ચાંદીનો હાર જોવે છે. શું જૅક ચાંદીની વીંટી જોવે છે? ના, તે ચાંદી નો હાર જોવે છે, વીંટી નહીં.

6) હાર ચાંદીનો છે. શું હાર ચાંદીનો છે કે સોનાનો છે? હાર ચાંદીનો છે, સોનાનો નહીં.

7) હાર પર વાદળી બિલાડી બનેલી છે. શું હાર પર જાંબલી બિલાડી બનેલી છે? ના, નથી બનેલી. હાર પર વાદળી બિલાડી બનેલી છે.

8) જૅક હાર ખરીદે છે કારણકે તેને આશા છે કે મેગને તે ગમશે. શું જૅક હાર ખરીદે છે? હા,જૅક હાર ખરીદે છે કારણકે તેને આશા છે કે મેગને તે ગમશે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE