×

Używamy ciasteczek, aby ulepszyć LingQ. Odwiedzając stronę wyrażasz zgodę na nasze polityka Cookie.

Zarejestruj Się Za Darmo
image

LingQ Mini Stories, 21 - જેરી કામમાંથી એક દિવસની રજા લઈ રહી છે

21 - જેરી કામમાંથી એક દિવસની રજા લઈ રહી છે

વાર્તા-૨૧

અ) જેરી કામમાંથી એક દિવસની રજા લઈ રહી છે. તે ફિલ્મ જોવા જવા માંગે છે.

જેરીને રોમાંસ ફિલ્મો કરતાં કોમેડી ફિલ્મો વધુ પસંદ છે.

અને તેને જેટલી એક્શન ફિલ્મો ગમે છે તેટલી સાયન્સ ફિક્શન ફિલ્મોને નથી ગમતી.

તે ઓનલાઇન નવી ફિલ્મોની સૂચિ તપાસ કરે છે.

હાલ પાંચ નવી ફિલ્મો ચાલી રહી છે.

ત્રણ નવી ફિલ્મો રોમાન્સ ફિલ્મ છે.

એક ફિલ્મ સાયન્સ ફિક્શન ફિલ્મ છે.

એક ફિલ્મ કોમેડી છે.

જેરી નવી કોમેડી ફિલ્મ જોવા જવાનું વિચારે છે.

બ) હું કામમાંથી એક દિવસની રજા લઈ રહ્યો છું. હું ફિલ્મ જોવા જવા માંગુ છે.

મને રોમાંસ ફિલ્મો કરતાં કોમેડી ફિલ્મો વધુ પસંદ છે.

અને મને જેટલી એક્શન ફિલ્મો ગમે છે તેટલી સાયન્સ ફિક્શન ફિલ્મો નથી ગમતી.

હું ઓનલાઇન નવી ફિલ્મોની સૂચિ તપાસ કરું છું.

હાલ પાંચ નવી ફિલ્મો ચાલી રહી છે.

ત્રણ નવી ફિલ્મો રોમાન્સ ફિલ્મ છે.

એક ફિલ્મ સાયન્સ ફિક્શન ફિલ્મ છે.

એક ફિલ્મ કોમેડી છે.

હું નવી કોમેડી ફિલ્મ જોવા જવાનું વિચારું છું

પ્રશ્નો:

અ) 1) જેરીને એક દિવસ કામ પર રજા છે. શું જેરી આજે કામ કરે છે? ના, જેરી કામ કરતો નથી. તેને કામમાંથી એક દિવસની રજા છે.

2) જેરી એક ફિલ્મ જોવા જવા માંગે છે. જેરી શું જોવા માંગે છે? તે ફિલ્મ જોવા જવા માંગે છે.

3) જેરીને રોમાંસ ફિલ્મો, અથવા સાયન્સ ફિક્શન ફિલ્મો પસંદ નથી. શું જેરીને રોમાંસ ફિલ્મો ગમે છે? ના, જેરીને રોમાંસ ફિલ્મો, અથવા સાયન્સ ફિક્શન ફિલ્મો પસંદ નથી.

4) જેરીને કોમેડી અને એક્શન ફિલ્મો પસંદ છે. જેરી કઈ ફિલ્મો પસંદ કરે છે? તેને કૉમેડી અને એક્શન મૂવીઝ પસંદ છે.

બ) 5) જેરીએ ઑનલાઇન નવી ફિલ્મોની સૂચિ તપાસ કરી. જેરી શું તપાસ કરે છે? જેરી ઓનલાઇન નવી ફિલ્મોની સૂચિ તપાસે છે.

6) પાંચ નવી ફિલ્મો ચાલી રહી હતી. શું ત્યાં પાંચ નવી ફિલ્મો ચાલી રહી હતી? હા, ત્યાં પાંચ નવી ફિલ્મો ચાલી રહી હતી.

7) એક સાયન્સ ફિક્શન ફિલ્મ ચાલી રહી હતી. શું કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ ચાલી રહી છે? હા, ત્યાં એક સાયન્સ ફિક્શન ફિલ્મ ચાલી રહી હતી.

8) જેરીએ નવી કોમેડી ફિલ્મ જોવાનો નિર્ણય કર્યો. જેરીએ શું જોવાનું નક્કી કર્યું? તેણે નવી કોમેડી ફિલ્મ જોવાનો નિર્ણય કર્યો.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE