×

Χρησιμοποιούμε cookies για να βελτιώσουμε τη λειτουργία του LingQ. Επισκέπτοντας τον ιστότοπο, συμφωνείς στην πολιτική για τα cookies.

LingQ Mini Stories, 9 - ઍન્ડી પાસે નવી ગર્લફ્રેન્ડ છે – Text to read

LingQ Mini Stories, 9 - ઍન્ડી પાસે નવી ગર્લફ્રેન્ડ છે

Αρχάριοι 2 Γκουτζαράτι lesson to practice reading

Άρχισε αυτό το μάθημα τώρα

9 - ઍન્ડી પાસે નવી ગર્લફ્રેન્ડ છે

વાર્તા-૯

અ) ઍન્ડી પાસે નવી ગર્લફ્રેન્ડ છે. તેની ગર્લફ્રેન્ડનું નામ સારા છે.

ઍન્ડી સારા માટે રાત્રિ ભોજન બનાવવા માંગે છે.

તે કરિયાણાની દુકાને જાય છે.

તે ટોકરી અને કાર્ટ લે છે.

તે શાકભાજીની ગલીને બાજુમાંથી નીકળે છે.

તે ફ્રીઝરમાં માછલી સામે જુએ છે.

તે સલાડ કાઉન્ટર ની નજીક ઉભો રહે છે.

છેવટે, તે દુકાન છોડીને જતો રહે છે.

ઍન્ડી ઘરે જાય છે અને પીઝા ઓર્ડર કરે છે.

બ) મારી પાસે નવી ગર્લફ્રેન્ડ છે. તેનું નામ સારા છે.

હું તેની માટે રાત્રિ ભોજન બનાવવા માગું છું.

હું કરિયાણાની દુકાને જાઉં છું.

હું ટોકરી અને કાર્ટ લઉ છું.

હું શાકભાજીની ગલીની બાજુમાંથી નીકળું છું.

હું ફ્રીઝરમાં માછલી સામે જોઉં છું.

હું સલાડ કાઉન્ટરની નજીક ઉભો રહું છું.

છેવટે, હું દુકાન છોડીને જતો રહું છું.

હું ઘરે જવ છું અને પીઝા ઓર્ડર કરું છું.

પ્રશ્નો:

1)ઍન્ડી પાસે સારા નામની નવી ગર્લફ્રેન્ડ છે. શું ઍન્ડી પાસે નવી ગર્લફ્રેન્ડ છે? હા, ઍન્ડી પાસે નવી ગર્લફ્રેન્ડ છે. તેનું નામ સારા છે.

2) ઍન્ડી સારા માટે રાત્રિ ભોજન બનાવવા માંગે છે. શું ઍન્ડી સારા માટે દિવસનું ભોજન બનાવવા માંગે છે? ના, ઍન્ડી સારા માટે દિવસનું ભોજન બનવવા નથી માંગતો. તે રાત્રે ભોજન બનાવવા માંગે છે.

3)ઍન્ડી કરિયાણાની દુકાને કરિયાણું લેવા જાય છે. શું ઍન્ડી કરિયાણાની દુકાને જાય છે? હા, ઍન્ડી કરિયાણાની દુકાને કરિયાણું લેવા જાય છે.

4) ઍન્ડી શાકભાજીની ગલીની બાજુમાંથી નીકળે છે. શું ઍન્ડી શાકભાજી ખરીદે છે? ના,ઍન્ડી શાકભાજી નથી ખરીદતો. તે શાકભાજીની ગલીની બાજુમાંથી નીકળે છે.

5)ઍન્ડી ફ્રીઝરમાં માછલી સામે જુએ છે પણ એક પણ માછલી ખરીદતો નથી. શું ઍન્ડી માછલી સામે જુએ છે? હા, ઍન્ડી ફ્રીઝરમાં માછલી સામે જુએ છે તે એક પણ માછલી ખરીદતો નથી.

6) ઍન્ડી છેવટે દુકાન છોડીને ઘરે જતો રહે છે. શું ઍન્ડી દુકાનમાં રોકાય છે? ના, ઍન્ડી છેવટે દુકાન છોડીને ઘરે જતો રહે છે.

7) ઍન્ડી એના બદલે પીઝા ઓર્ડર કરે છે. શું ઍન્ડી રાત્રિભોજન બનાવે છે? ના, ઍન્ડી રાત્રિભોજન નથી બનાવતો તે એના બદલે પીઝા ઓર્ડર કરે છે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE