×

Χρησιμοποιούμε cookies για να βελτιώσουμε τη λειτουργία του LingQ. Επισκέπτοντας τον ιστότοπο, συμφωνείς στην πολιτική για τα cookies.

Celebrate the Cup Save up to 45%
LingQ Mini Stories, 53 - કેન્ડ્રા લગભગ પંદર વર્ષથી કુસ્તીની ટીમ… – Κείμενο για ανάγνωση

LingQ Mini Stories, 53 - કેન્ડ્રા લગભગ પંદર વર્ષથી કુસ્તીની ટીમમાં છે

Αρχάριοι 2 μάθημα Γκουτζαράτι για εξάσκηση στην ανάγνωση

Άρχισε αυτό το μάθημα τώρα

53 - કેન્ડ્રા લગભગ પંદર વર્ષથી કુસ્તીની ટીમમાં છે

વાર્તા-૫૩

અ) કેન્ડ્રા લગભગ પંદર વર્ષથી કુસ્તીની ટીમમાં છે. આજે, તેના કોચે કહ્યું હતું કે કોઈ સ્પર્ધા આવી રહી છે.

તે તેને નીચલા વજનના વર્ગમાં સ્પર્ધા કરતા જોવા માંગે છે.

પરિણામે, કેન્ડ્રાને તેનો ખોરાક બદલવો પડશે.

તેણે વધુ જિમ જવાનું શરૂ કરવું પડશે.

કેન્ડ્રાએ હંમેશા કુસ્તી માટે પ્રેમ રહ્યેલો છે.

જો કે, તેની ઉંમર વધવાથી તે વધુ મુશ્કેલ બની ગયું છે.

તેને જેટલો સમય જોઈતો હતો તેની પાસે તેટલો સમય નહોતો.

અને તે જેટલી સરળતાથી વજન ઘટાડી શકતી હતી હવે તે નથી કરી શકતી.

તેમ છતાં, કેન્ડ્રા સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ રસ્તો શોધશે. હવે કેન્ડ્રાના મિત્ર વાર્તામાં છે.

બ)કેન્ડ્રા અને તેની મિત્ર કુસ્તી ટીમમાં પંદર વર્ષથી છે. આજે, તેમના કોચે તેમને કહ્યું હતું કે ત્યાં એક સ્પર્ધા આવી રહી છે.

તે ઇચ્છે છે કે તેઓ નીચલા વજનના વર્ગમાં સ્પર્ધા કરે.

પરિણામે, કેન્ડ્રા અને તેના મિત્રને તેમના ખોરાકમાં ફેરફાર કરવો પડશે.

તેઓને વધુ જિમ જવાનું શરૂ કરવું પડશે.

છોકરીઓને હંમેશા કુસ્તીથી પ્રેમ રહ્યેલો છે.

જો કે, તે વધુ મુશ્કેલ થઈ ગયું છે કારણ કે તેઓની ઉંમર વધી ગઈ છે.

તેઓ પાસે જેટલો સમય જોઈતો હતો તેટલો સમય હતો નહીં.

અને તેઓ જેટલી સરળતાથી વજન ઘટાડતાં હતા તેટલુ સરળ છે નહીં હવે.

તેમ છતાં, કેન્ડ્રા અને તેની મિત્ર સ્પર્ધામાં ભાગ લેવાનો કોઈ રસ્તો શોધી લેશે.

વાર્તા વિશે આગળ કેટલાક પ્રશ્નો.

પ્રશ્નો:

એ)1) કેન્ડ્રા લગભગ 15 વર્ષથી કુસ્તી ટીમમાં છે. કેન્ડ્રા કુસ્તી ટીમમાં કેટલા સમયથી છે? કેન્ડ્રા 15 વર્ષથી કુસ્તી ટીમમાં છે.

2) આજે, તેના કોચે કહ્યું હતું કે સ્પર્ધા આવી રહી છે. સ્પર્ધા ક્યારે છે? સ્પર્ધા આવી રહી છે.

3) તે ઇચ્છે છે કે તે નીચલા વજનના વર્ગમાં સ્પર્ધા કરે. તે કેવી રીતે તેને સ્પર્ધા કરાવા માંગે છે? તે તેને નીચલા વજનના વર્ગમાં સ્પર્ધા કરાવા માંગે છે.

4) પરિણામે, કેન્ડ્રાને તેના ખોરાકમાં ફેરફાર કરવો પડશે. પરિણામે, કેન્ડ્રાને શું કરવું પડશે? તેણે આહાર બદલવો પડશે.

બ)5) છોકરીઓએ હંમેશા કુસ્તી માણી છે. શું છોકરીઓએ હંમેશા કુસ્તી માણી છે? હા, છોકરીઓએ હંમેશા કુસ્તી માણી છે.

6) તેઓની જેમ ઉંમર વધે છે તેમ મુશ્કેલ થતું જાય છે. ક્યારથી મુશ્કેલ થતું જાય છે? જ્યારથી તેઓની ઉંમર વધે છે ત્યાંરથી મુશ્કેલ થતું જાય છે.

7) તેઓ જેટલા સમયનો ઉપયોગ કરતા હતા તેમની પાસે તેટલો સમય નથી. શું તેઓ વધુ સમય ધરાવતા હતા? હા, તેઓ જેટલા સમયનો ઉપયોગ કરતા હતા તેટલા સમયની નથી.

8) તેમ છતાં, કેન્ડ્રા અને તેની મિત્રને સ્પર્ધા કરવા માટે એક માર્ગ મળશે. શું કેન્ડ્રા અને તેને મિત્રને સ્પર્ધા કરવાનો રસ્તો મળશે? હા, તેમ છતાં, કેન્ડ્રા અને તેની મિત્રને સ્પર્ધા કરવાનો રસ્તો મળશે.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE