×

Wir verwenden Cookies, um LingQ zu verbessern. Mit dem Besuch der Seite erklärst du dich einverstanden mit unseren Cookie-Richtlinien.

LingQ Mini Stories, 31 - મારી બહેનપણી દૂર રહેવા જતી રહી હતી – Zu lesender Text

LingQ Mini Stories, 31 - મારી બહેનપણી દૂર રહેવા જતી રહી હતી

Anfänger 2 Gujaratisch Lektionen zum Lesen üben

Beginne jetzt mit dieser Lektion

31 - મારી બહેનપણી દૂર રહેવા જતી રહી હતી

વાર્તા-૩૧

અ) મારી બહેનપણી દૂર રહેવા જતી રહી હતી. તેણે મને તાજેતરમાં રાત્રિભોજન માટે આવવા કહ્યું હતું.

હું મારી બહેનપણીને મળવા માટે ખુશ હતી.

મેં એક ટ્રેનની ટિકિટ ખરીદી.

મેં મારી બહેનપણીને જોવા માટે ટ્રેન દ્વારા મુસાફરી કરી.

મારી બહેનપણી મને જોઈને ખૂબ ખુશ હતી.

મારી બહેનપણી આલિશાન રાત્રિભોજન રાંધી રહી હતી.

તેણેે ચિકન, શાકભાજી અને મીઠાઈ બનાવી હતી.

પરંતુ મને ચિકનથી એલર્જી હતી.

તેથી મેં ફક્ત શાકભાજી અને મીઠાઈ ખાધું.

બ)રોઝીની બહેનપણી દૂર રહે છે. તેણે રોઝીને તાજેતરમાં રાત્રિભોજન માટે બોલાવી છે.

રોઝી તેની બહેનપણીને મળવા માટે ખુશ છે.

રોઝીએ પહેલાથી જ ટ્રેનની ટિકિટ ખરીદી લીધી છે.

તે તેની બહેનપણીને જોવા માટે ટ્રેન દ્વારા મુસાફરી કરે છે.

રોઝીની બહેનપણી એને જોઈને ખૂબ ખુશ થાય છે.

રોઝીની બહેનપણી આલિશાન રાત્રિભોજન રાંધી રહી હતી.

તેણેે ચિકન, શાકભાજી અને મીઠાઈ બનાવી હતી.

પરંતુ રોઝીનેે ચિકનથી એલર્જી હતી. તેથી રોઝી ફક્ત શાકભાજી અને મીઠાઈ ખાય છે.

પ્રશ્નો:

અ)1) રોઝીની બહેનપણી દૂર રહેવા જતી રહે છે. શું રોઝીની બહેનપણી નજીક રહે છે? ના,રોઝીની બહેનપણી નજીક નથી રહેતી. રોઝીની બહેનપણી દૂર રહેવા ગઈ છેે.

2) રોઝીની બહેનપણીએ રોઝીને રાત્રીભોજન માટે આવવા કહ્યું હતું. રોઝીની બહેનપણીએ શું પૂછ્યું? રોઝીની બહેનપણીએ રોઝીને રાત્રિભોજન માટે જવાનું કહ્યું હતું.

3) રોઝી તેની બહેનપણીને મળીને ખુશ હતી. શું રોઝી એની બહેનપણી ને મળી ને ખુશ હતી? હા, રોઝી એની બહેનપણી ને મળી ને ખુશ હતી.

4) રોઝીએ ટ્રેનની ટિકિટ ખરીદી. રોઝીએ શું ખરીદ્યું? રોઝીએ ટ્રેનની ટિકિટ ખરીદી.

5) રોઝીએ તેની બહેનપણીને મળવા મુસાફરી કરી. રોઝી એ ક્યાં જવા મુસાફરી કરી? રોઝીએ તેની બહેનપણીને મળવા મુસાફરી કરી.

બ)6) રોઝીની બેનપણી તેને જોઈને ખૂબ ખુશ છે. શું રોઝીની બહેનપણી ખુશ છે? હા, રોઝીની બહેનપણી તેને જોઈને ખૂબ ખુશ છે.

7) રોઝીની બહેનપણી ભવ્ય રાત્રિ ભોજન રાંધી રહી હતી. રોઝીની બહેનપણી શુ રાંધી રહી હતી? રોઝીની બહેનપણી ભવ્ય રાત્રિ ભોજન રાંધી રહી હતી

8) રોઝીની બહેનપણી ચિકન, શાકભાજી અને મીઠાઈ બનાવી રહી હતી. શું રોઝીની બહેનપણી ગૌમાંસ બનાવી રહી હતી? ના, રોઝીની બહેનપણી ગૌમાંસ બનાવી રહી નહોતી. તે ચિકન, શાકભાજી અને મીઠાઈ બનાવી રહી હતી.

9) રોઝીને ચિકન થી એલર્જી છે. શું રોઝી ચિકન ખાઈ શકે છે? ના, રોઝી ચિકન નથી ખાઈ શકતી. તેને ચિકનથી એલર્જી છે.

10) રોઝી માત્ર શાકભાજી અને મીઠાઈ ખાય છે. રોઝી શું ખાય છે? તે માત્ર શાકભાજી અને મીઠાઈ ખાય છે, પરંતુ ચિકન નહીં.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE